સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 23rd May 2018

સુરેન્દ્રનગરનાં પરનાળાનાં મુકેશ વાણીયાની હત્યાથી ૨ બાળકો પત્નિ નિરાધારઃ પ્રદેશ કોંગ્રેસના નેતાઓની પરિવારને સાંત્વના

 વઢવાણઃ ગુજરાતમાં રાજકોટમાં થયેલ દલિતની હત્યાથી હાહાકાર મચી ગયો છે તો આજ રોજ આ દલિતના વતન સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના પરનાળા ગામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના દિગજજ નેતાઓએ મુલાકાત લીધી હતી તે સમયે પિડીત પરીવારજનોને ન્યાય મળે તેવી માંગણીઓ ગ્રામજનોએ કરી હતી. આ સરકારમાં દલિતો અને ગરીબો ઉપર અવાર નવારઙ્ગ અત્યાચારો થતા હોય છે તો સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના પરનાળા ગામનો પરીવાર રાજકોટ સાપર વેરાવળ ખાતે મજુરી અર્થ ગયેલ ત્યા સાપર વેરાવળમા રાદડીયા ફેકટરી આગળથી પસાર થતા ત્યા ઉભેલા ફેકટરી ના માણસોએ વાંક વગર મુકેશ વાણીયાને ઢોરમાર મારી મોતને દ્યાટ ઉતારેલ અને મુકેશ વાણીયાના બે બાળકો અને પત્નીને નિરાધાર કરેલ છે. આ બાબતે પરનાળા ગામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રભારી અને સાંસદ રાજીવ સાતવ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા તથા રાજય સભા પુર્વ સાંસદ અને અનુસુચિત જાતિ આયોગ પુર્વ મેમ્બર્સ શ્રી રાજુભાઈ પરમાર તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના દિગજજ નેતાઓએ આવ્યા હતા અને આ પિડીત પરિવારને સાંત્વના આપી હતી. તે સમયે લોકોની માંગણીઓ એવી હતી કે આ મૃતક મુકેશભાઇ વાણિયાના પરિવારમાં મુકેશભાઇને પત્નીને નોકરી આપવી તેમજ પરનાળા ગામે સરકાર તરફથી પાંચ વિદ્યા જેટલી જમીન મળે તો આવનાર સમયે મુકેશભાઇના જે હાલ નિરાધાર સંતાનો છે તેને સારોએવો અભ્યાસ મળી રહે અને આ જે ગુન્હેગારો છે તેને શખ્તમાં શખ્ત સજા મળે તેવી પરિવાર અને ગામલોકોએ માંગણી કરી હતી. (તસ્વીર.અહેવાલઃ ફઝલ ચૌહાણ. વઢવાણ)

(2:34 pm IST)