સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd April 2021

જામનગર વોર્ડ નંબર ૫,૬,૧૧ અને ૧૫માં રસીકરણ ઝુંબેશ

જામનગર :  એપ્રિલ, જામનગર શહેરમાં ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગર મહાનગરપાલિકાના સહયોગથી શહેરના વોર્ડ નંબર ૫,૬,૧૧ અને ૧૫માંવેકિસનેશન કેમ્પ યોજાયો હતો. જામનગર શહેરના નાગરિકો વધુમાં વધુ પ્રમાણમાં યોજાતા કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પોનો લાભ લઇ રસીકરણ કરાવે તે માટે ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અનુરોધ કરતાં શહેરના વોર્ડ નંબર- ૫,૬,૧૧ અને ૧૫માં રહેતા ૪૫ વર્ષથી ઉપરની ઉંમરના રહેવાસીઓને કોરોના પ્રતિરોધક રસી આપવા માટેના કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે રાજયમંત્રીશ્રી જાડેજા દ્વારા કોરોના સામેના જંગમાં આગળ આવી રસી લેવા આવનાર લોકોને રાજય સરકારવતી અભિનંદન પાઠવ્યા હતા. આ કેમ્પમાં આશરે ૫૦૦થી વધુ લોકોએ રસી લીધી હતી. આ કેમ્પમાં મેયરશ્રી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયરશ્રી તપન પરમાર,સ્ટેંડિંગ કમિટી ચેરમેનશ્રી મનીષભાઇ કટારીયા, દંડકશ્રી અને શાસક પક્ષના નેતા શ્રી કુસુમબેન પંડ્યા, શહેર ભાજપ પ્રમુખશ્રી વિમલભાઇ કગથરા, મંત્રીશ્રી ધર્મરાજસિંહ જાડેજા,મંત્રીશ્રી પ્રકાશભાઇ બાંભણીયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખશ્રી હસમુખભાઇ હિંડોચા,વોર્ડ નંબર- ૫ના કોર્પોરેટર સર્વશ્રી કિશનભાઇ માડમ, આશિષભાઇ જોષી, સરોજબેન વિરાણીવોર્ડ નંબર–૬ના જશુબા ઝાલાવોર્ડ નંબર–૧૧ના કોર્પોરેટર સર્વશ્રીતરૂણાબેન પરમાર,હર્ષાબેન વીરસોડીયાવોર્ડ નંબર–૧૬ના કોર્પોરેટર સર્વશ્રી હર્ષાબા જાડેજા, જેન્તિભાઇ ગોહિલ, શોભનાબેન પઠાણતથા વેકિસન લેનાર નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

(12:51 pm IST)