સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd April 2021

ખંભાળીયા સ્મશાનમાં ર૦ દિ'માં ૫૫ કોરોનાગ્રસ્તોની અંતિમવિધી

છેલ્લા ર૪ કલાકમાં ૧ર ના મોતથી અરેરાટીઃ મૃત્યુનુ પ્રમાણ વધતા ચિંતા

(કૌશિલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.ર૩ : શહેર તથા તાલુકામાં કોરોનાના મહામારી વ્યાપક થતા સતાવાર રીતે જિલ્લાના તમામ તાલુકામાં કોરોનાથી મોતનો આંકડો ર૦ છે. જયારે ખંભાળિયાના સાર્વજનીક કેન્દ્ર સ્મશાનમાં છેલ્લા ર૦ દિવસમાં કોરોનાથી મોત થયું હોય અને તેમની અંતિમવિધિ ખંભાળિયાના સ્મશાનમાં થઇ હોય તેનો આંકડો પપ નો છે !!!

આજે સવારથી બે ખાનગી હોસ્પિટલોમાં બે વ્યકિતના મોત નિપજયા હતા તથા સરકારી હોસ્પિટલમાં ૧૦ ના મોત ર૪ કલાકમાં જ થતા સવારથી ખંભાળિયા પાલીકા એમ્બ્યુસન્સ મૃતદેહોને ખંભાળિયાના સ્મશાનમાં પહોંચાડવાનું કામ કરી રહી છે. તથા એક સાથે ૪ના મોત નિપજતા લાશોના ઢગલાની સ્થિતી સર્જાઇ છે.

દેવભુમી દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તથા શહેરોમાં જાગૃતના હોય ઘરગથ્થું દવા તથા મેડીકલની દવાઓ લઇને ટ્રીટમેંટ ચલાવતા હોય શ્વાસની તકલીફ થાય ત્યારેજ તેઓ હોસ્પિટલે આવે છે. ગઇકાલે રપ/૩૦/પ૦ જેટલા અત્યંત નીચા ઓકિસજન લેવલ વાળા દર્દીઓ ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં આવતા તેમાંના પાંચનું મૃત્યુ થઇ ગયું હતું. !!

અત્યંત નીચા ઓકિસજન લેવલવાળા દર્દીઓ આવતા તેમને સારવાર મળે તે પહેલાજ મરી જાય છે. કેમ કે વેન્ટીલેટર માત્ર પ છે.તેમાં ઇમરજન્સી હોય બાકીના ૯૦ માં પણ ઓકસિજન ૩૦/૪૦ ઓકીસજન લેવલ દવાવાળા દાખલ થવામાં વાર લાગે અને દાખલ થાય ત્યાં મરી જાય તેવું બને છે.

(12:48 pm IST)