સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd April 2021

અમરેલી જીલ્લામાં કોરોનાથી ૧૯ના મોત : હામાપુરમાં ૫ મૃત્યુ

સ્મશાન અને કબ્રસ્તાનમાં કોરોના ગાઇડલાઇન મુજબ અંતિમવિધિ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૩: અમરેલીમાં મૃત્યુના બનાવો વચ્ચે કોરોનાના દર્દીઓના મૃત્યુનો ગ્રાફ નીચો ઉતર્યો છે. અમરેલીમાં કોરોનાની સારવાર લઇ રહેલા ૧૯ દર્દીઓના મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે અન્ય કારણે ૧૪ અમરેલી વાસીઓના મૃત્યુ થયાં છે.

અમરેલીના ગાયત્રી મોક્ષધામ ખાતે કોરોનાના ૮ અને અન્ય ૮ મળી કુલ ૧૬ અંતિમ સંસ્કાર થયા હતા. જ્યારે કૈલાસ મુકિતધામ ખાતે કોરોનાનાં ૧૧ અને ૫ અન્ય મળી ૧૬ અંતિમ સંસ્કાર થયા હતા. જ્યારે એક અંતિમ વિધિ કબ્રસ્તાનમાં થઇ હતી અને આજે ૩૩ લોકોનાં અંતિમ સંસ્કાર થયાં હતા.

લાઠીના ચાવંડના ૭૨ વર્ષના મહિલા, અમરેલી અમૃતનગરનાં ૭૫ વર્ષના મહિલા, ધારી પ્રેમપરાની મહિલા, બાબરાના પીપળીયાના ૬૫ વર્ષના પુરૂષ, અમરેલી ચક્કરગઢ રોડના ૪૧ વર્ષના મહિલા અને ૫૭ વર્ષના પુરૂષ તથા ગોપાળગ્રામનાં ૬૧ વર્ષના પુરૂષ, ધારીના ડાંગાવદરના ૪૦ વર્ષના મહિલા, ધારી લાઇનપરાના૭૭ વર્ષના પુરૂષ, ભાવનગરનાં ૩૯ વર્ષના પુરૂષ, લાઠીના રાભડા ગામનાં ૭૫ વર્ષના પુરૂષ, રાજુલાના બર્બટાણાના ૭૫ વર્ષનાં મહિલા, બાબરાનાં ૩૬ વર્ષના પુરૂષ, કુંડલાના ફાચરીયા ગામનાં ૯૨ વર્ષના મહિલા, દેવરાજીયા ગામની મહિલા, કુંડલાની ફ્રેન્ડસ સોસાયટીનાં ૪૦ વર્ષના મહિલા, અમરેલી માણેકપરાનાં ૪૬ વર્ષના પુરૂષ, લાઠીનાં ૪૯ વર્ષના મહિલા, અમરેલી સરદારનગરનાં ૪૨ વર્ષના પુરૂષ, લાઠીના ૪૯ વર્ષના મહિલા, અમરેલી સરદારનગરના ૪૨ વર્ષના પુરૂષનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગાયત્રી મોક્ષધામમાં અન્ય કારણોસર ૮ અને કૈલાશ મુકિતધામમાં અન્ય કારણોસરનાં પાચ તથા એક કબ્રસ્તાન મળી ૧૪ લોકોનાં અન્ય કારણે મૃત્યુ થતા અંતિમ સંસ્કાર થયાં હતા.

ગુરૂવારે એક જ દિવસમાં પાંચ લોકોના મૃત્યુ નીપજતા છેલ્લા એક માસમાં હામાપુરમાં મરણાંક ૪૪ થયો છે.

આજે હામાપુર ખાતે ૭૦ વર્ષના પુરૂષ, બગસરા સારવાર લઇ રહેલા ૭૨ વર્ષ પુરૂષ અને સુરત ખસેડાયેલ ૫૫ વર્ષના સ્ત્રી તથા અમરેલી સારવારમાં ખસેડાયેલ ૬૫ વર્ષના સ્ત્રી અને ૩૭ વર્ષના પુરૂષ એમ પાંચ લોકોના મૃત્યુ થયા છે.

(12:43 pm IST)