સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd April 2021

પોરબંદરમાં કોરાનાની જેટ ગતિઃ નવા ૩૧ પોઝીટીવ કેસઃ કોવિડ હોસ્પિટલમાં રરર દર્દીઓ ઓકસીજન ઉપર

(પરેશ પારેખ, સ્મિત પારેખ દ્વાર) પોરબંદર તા. ર૩ :.. શહેર-જિલ્લામાં કોરોના જેટ ગતિની જેમ આગળ વધી રહેલ છે. આજે સવાર સુધીમાં ર૪ કલાકમાં કોરોનાના નવા ૩૧ કેસ પોઝીટીવ આવ્યા છે. કોવિડ હોસ્પિટલમાં રરર દર્દીઓને હાલ ઓકસીજન ઉપર રાખેલ છે.

કોરોનાના ગઇકાલે પર૧ વ્યકિતઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં ૩૧ વ્યકિતઓનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે. કોરોનાના નવા પોઝીટીવ કેસમાં એચએમપી કોલોનીમાં એક બાળકી તથા જલારામ કોલોનીમાં ૧૦ વર્ષના બાળકનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલ છે. જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસનો કુલ આંક ૧પપ૮ પહોંચ્યો છે અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૩૩૬૬૯ કોરોના ટેસ્ટ કરેલ છે.

કોવીડ હોસ્પિટલમાં રરર દર્દીઓને ઓકસીજન ઉપર રાખી સારવાર અપાય રહી છે જયારે રર દર્દીઓને હોસ્પિટલની લોબીમાં બેડની વ્યવસ્થા કરીને સારવાર  અપાય રહી છે.કોરોના પોઝીટીવના નવા ૩૧ કેસ છાંયા ઝૂરીબાગ ખાપટ વાડી પ્લોટ કુંભારવાડો મીલપરા વગેરે વિસ્તારમાંથી આવ્યા છે. કોરોનાની સારવારમાં ૧૦ દર્દીઓ સાજા થઇ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૦૪૦ દર્દીઓ સાજા થઇ ગયેલ છે.

(11:32 am IST)