સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd April 2021

પોરબંદરના ધરમપુરમાં જુગાર રમતા ૬ શખ્સો પોણા લાખની રોકડ સાથે ઝડપાયા

પોરબંદર,તા. ૨૩: નજીકના ધરમપુરમાં તીનપતી જુગાર રમતા ૬ શખ્સોને પોણા લાખની રોકડ સાથે પોલીસે પકડીને ગુન્હો નોંધાયો છે.

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ડો.રવિ મોહન સૈની સાહેબ નાઓ દ્રારા જિલ્લામા દારૂ/જુગારની ગે.કા.પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા આપેલ ખાસ સુચના અન્વયે એલસીબી પીઆઇ શ્રી એન.એન.રબારી ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ શ્રી.એન.એમ.ગઢવી તથા એલ.સી.બી.સ્ટાફના માણસો સાથે નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન હેડ કોન્સ. જીણાભાઇ કટારા તથા હેડ કોન્સ. કેશુભાઇ ગોરાણીયા નાઓને મળેલ સયુકત ચોક્કસ બાતમી હકિકત આધારે, પોરબંદર ધરમપુર ગામ, લીરબાઇ આશ્રમ પાછળ રહેતો આરોપી પ્રતાપ હરદાસ કેશવાલા રહે. ધરમપુર લીરબાઇ આશ્રમ પાછળ જી.પોરબંદર વાળાએ પોતાના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં બહારથી માણસોને બોલાવી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉદ્યરાવી ગંજીપતાના પાના પૈસા વડે રોનપોલીસ નામનો હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે જે હકિકત આધારે સદર જગ્યાએ રેઇડ કરતા આરોપી પ્રતાપ હરદાસ કેશવાલા ,રણમલ ઉર્ફે જગીરો જેઠાભાઇ કેશવાલા,  અરભમ રામભાઇ મોઢવાડીયા, દેવા વીરમભાઇ પરમાર રહે. ચારેય ધરમપુર, અરભમ રામભાઇ મોઢવાડીયા તથા કાના દેવાભાઇ ઓડેદરા રહે બન્ને ભાવપરા વાળાઓના કબ્જામાથી ગંજીપતા તથા રોકડા રૂ.૭૦,૫૦૦/- સાથે જુગાર રમતા પકડી પાડી ગણનાપાત્ર કેશ શોધી કાઢેલ છે. અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમા ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગીરી કરનાર  આ કામગીરીમા પીએસઆઇ શ્રી.એન.એમ. ગઢવી, તથા એએસઆઇ બુટુકભાઇ વિંઝુડા, હેડ કોન્સ. હરેશભાઇ આહિર, કેશુભાઇ ગોરાણીયા, ગોવિંદભાઇ મકવાણા, જીણાભાઇ કટારા, કોન્સ. દિલીપભાઇ મોઢવાડીયા, વિગેરે રોકાયેલ હતા.

(11:27 am IST)