સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd April 2021

ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ૭૦૦ ટેસ્ટ કીટ આપતા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા.૨૩: કોરોનાની બીજી લહેરમાં ગામડાઓ પણ બાકાત નથી તેવી વિકટ પરિસ્થિતિમાં લોધીકા તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર એન્ટીઝન રેપિડ ટેસ્ટ કિટની ભારે અછત ઉભી થતાં ખીરસરા ગામ ના સરપંચ ગીતાબેન લાખાભાઇ સાગઠીયા એ ખીરસરા ગ્રામપંચાયત દ્વારા ૩૦૦૦ ટેસ્ટ કીટ ની ખરીદી કરવા મા આવેલ જેમાંની ૭૦૦ કિટ આવતા તે ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા હસ્તે આપવામાં આવેલ આ તકે ઉપસરપંચ મુકેશભાઈ સાગઠીયા સભ્ય રધુવિરસિહ જાડેજા ઉદયભાઈ ચાવડા આરોગ્ય કર્મચારી જે.ડી.નિમાવત મુકેશભાઈ મકવાણા વિગેરે ઉપસ્થિત રહેલ તેમજ ખીરસરા ગામ ની જનતા માટે ૩૫૦૦ માસ્ક પણ ગ્રામપંચાયત દ્વારા બનાવવામાં આવેલ છે જેનું વિતરણ ગામના તમામ પરીવારોને કરવામાં આવી રહેલ છે.

(11:24 am IST)