સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd April 2021

જસદણમાં કોવિડ સેન્ટરમાં વધુ સુવિધાના પ્રયાસો

જસદણ તા.૨૨ : જસદણ અને વિંછીયા પંથકના લોકોને મેડીકલ સુવિધાઓ ઝડપી મળી રહે તે માટે જસદણના ધારાસભ્ય અને ગુજરાત સરકારને કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના યથાગ પ્રયત્નોથી વિરનગર ગામે શિવાનંદ મિશનમાં ૧૦૦ બેડની કોવિડકેર સેન્ટર શરૂ કરાયો છે જેમાં ૫૦ બેડ ઓકિસજનના અને કોવિડ કેરના ૫૦ સાદા બેડ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં હાલ ૧૬ બેડ ઓકસીજનના શરૂ કરી દેવામાં આવ્યા છે અને ૩ દિવસમાં બાકીના બેડ શરૂ કરવા આવશે.

હાલની સ્થિતિને જોતા વિરનગરમાં શિવાનંદ મિશન હોસ્પિટલમાં ૧૬ બેડ ઓકસીજનના શરૂ કરી દેવામાં આવ્યા છે. આ તકે મંત્રી કુંવરજીભાઇ બાવળીયા વીરનગરના સરપંચ પરેશભાઇ વીરનગર તાલુકા પંચાયતના સભ્ય શાંતુભાઇ ખાચર જસદણ પ્રાંત અધિકારી ગલચર એડીસનલ કલેકટર વાઢેર જસદણ તાલુકા બ્લોક હેલ્થ અધિકારી ડોકટર રામ સહિતના જવાબદાર લોકો આ તકે હાજર રહ્યા હતા

(11:00 am IST)