સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd April 2021

કોરોના મહામારીમાં કલેકટર એસપી, સુપ્રિટેન્ડેન્ટ, તબીબો સહિત કોરોના વોરીયર્સને બિરદાવતા ગજેરા

દામનગર તા.૨૩ : અમરેલી કોરોના મહામારીમાં કલેકટર શ્રી, એસ.પી.શ્રી, સુપરટેન્ડેન્ટ તબીબો સહિત કોરોના વોરિયર્સ ને ગજેરાને બિરદાવેલ છે.

ગજેરા ટ્રસ્ટ સુરત સંચાલિત શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ સિવિલ જનરલ હોસ્પીટલમાં કોરોના મહામારીમાં સમગ્ર અમરેલી જિલ્લા માં ઊભી થયેલ કોરોના મહામારીમાં જિલ્લા ને કોરોના મુકત કરાવવા તથા કોરોનની જપેટ માથી બચાવવા જીવ ના જોખમે કામ કરતાં ખરા અર્થના કોરોના વોરિયર્સ તરીકે નિષ્ઠા થી ફરજ બજાવતા અમરેલી જિલ્લા ના કલેકટર  આયુષ ઓક, જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય, હોસ્પિટલ ડિન , ડો. વિકાસ સિન્હા, ડો. શોભનાબેન મહેતા, આસિસ્ટન્ટ સુપ્રિટેડેન્ટ, સુપ્રિટેડેન્ટ ડો. જીતીય , સિવિલ સર્જન ,ડો. વાળા,ડો. હિમપરીખ- પરમોલોજિસ્ટ, ડો. રામાનુજ-માઇક્રો બાયોલોજિસ્ટ, ડો. બારૈયા, ડો. સતાણી , ડો. વિજયભાઈ વાળા , જિલ્લા વિકાસ અધિકારી શ્રી. પરમાર, પ્રાંત અધિકારી શ્રી ઊંધાડ, સિવિલ હોસ્પિટલ નો ઓકસીજન વિભાગના તમામ કર્મચારીઓ, લેબોરેટરીએ વિભાગ, નર્સિંગ વિભાગ, મેડિકલ દવા વિભાગ, કેસ વિભાગ, આઈ.સી.યુ. વિભાગ, એબ્યૂલન્સ વિભાગ, સિકયુરિટી વિભાગમાં નિષ્ઠા થી ફરજ બજાવતા સિવિલ હોસ્પિટલના અધિકારીઓએ થી લય તમામ કામગીરી કરતાં કર્મચારીઓ કે જેઓ પોતાના જીવની ફરવા કર્યા વગર અમરેલી જિલ્લા ને કોરોના મહામારી થી બચાવવા કોરોના વોરિયર્સ ની ભૂમિકા ભજવતા તથા તમામ સિવિલ હોસ્પિટલ ની જવાબદારી સંભાળતા એમ.ડી. પીન્ટુ ભાઈ ધાનાણી સહિત તમામ કર્મચારીઓની સેવાને હું વંદન છે તેમ વસંતભાઇ ગજેરાએ જણાવ્યુ હતું.

(10:55 am IST)