સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd April 2019

માળિયા હાટીનામાં વેપારીની નજર ચુકવીને દુકાનમાંથી સવા બે લાખ રોકડની ચોરી

ગ્રાહક બનીને આવેલ બે અજાણી સ્ત્રી સામે ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૩: માળિયા હાટીનામાં વેપારીની નજર ચુકવીને બે અજાણી સ્ત્રી દુકાનમાંથી રૂ. ર.૧ર લાખની રોકડ ચોરીને નાસી ગઇ હોવાનું પોલીસ દફતરે નોંધભાતા સનસની મચી ગઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે, માળિયા હાટીનાં ખાતે રહેતા અનાજ કરીયાણાનાં વેપારી લોહાણા પ્રકાશભાઇ દયાળજી રતનધાયરા (ઉ.વ. ૪૭) ગઇકાલે તેમની દુકાને હતાં ત્યારે બે અજાણી મહિલા ગ્રાહક બની ખરીદીનાં બહાને આવેલ અને વેપારી પ્રકાશ રતનધાયરાની નજર ચુકવીને દુકાનનાં થડા પાસે લાકડાનાં ઘોડામાં ટીંગાડેલ રૂ. ર,૧ર,૩૦૦ની રોકડ રકમ ભરેલું પાકીટ ચોરીને બંને મહિલા નાસી ગઇ હતી.

આ અંગેની જાણ થતાં પોલીસનો કાફલો દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસમાં પોલીસને દાળમાં કંઇક કાળુ હોવાનું જણાયું હતું.

વિશેષ તપાસ ઇનવે જમાદાર વાય. જે. કેશવાલા ચલાવી રહ્યા છે.

(3:48 pm IST)