સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd April 2019

ધોરાજી- જામકંડોરણામાં મતદાન માટે લાઇનો

ધોરાજીઃ આજે મતદાનના દિવસે વહેલી સવારે જામકંડોરણા ખાતે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ મતદાન કરેલ હતું અને જામકંડોરણા ખાતેથી વરરાજાએ જાન સાથે આવેલ અને વરરાજા એવા અક્ષય રસીકભાઇ કોયાણીની જાન સવોર ઉપડેલ અને આ તકે વરરાજાએ પહેલા મતદાન પછી લગ્ન એમ કહી જાન સાથે મતદાન કરેલ અને સાથે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ પણ મતદાન કરેલ અને જીતનો દાવો કરેલ અને ધોરાજી ખાતે આજે વહેલી સવારે શહેર ભાજપ-પ્રમુખ હરસુખ ટોપીયા સહ પરિવાર તેમજ ડો. જાની, અરવિંદ વોરા તેમજ ૯૨ વર્ષના વયોવૃદ્ધ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ગોવિંદભાઇ કાપડીયા તેમજ યુવા અગ્રણી વિજયભાઇ બાબરીયા સહિતનાએ મતદાન કરેલ અત્યારે ધોરાજી જામકંડોરણાના બુથો પર વધુ મતદાન ચાલુ છે.(તસ્વીર-અહેવાલઃ ધર્મેન્દ્ર બાબરીયા, ધોરાજી)

(12:05 pm IST)