સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd April 2018

કાલે ભગવાન સ્વામિનારાયણ મને ધામમાં લેવા માટે આવશે :ભગત હરિબાપાનો દાવો

ફૂલવાડી મંદિરે પ્રસાદી ભવને મહોત્સવનાં સમાપન વખતે કર્યો દાવો

રાજકોટઃ જામ-વંથલીનાં સ્વામીનારાયણ સંપ્રદાયનાં હરિ ભગત હરિબાપાએ દાવો કર્યો છે કે,"કાલે એટલે કે 24મી એપ્રિલનાં રોજ સાંજે 5 કલાકે ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતે તેમને લેવા માટે આવશે. તેમના દાવા મુજબ ભગવાન સ્વામિનારાયણ વારંવાર તેમને મળવા આવતા હોય છે એટલે કે તેમને દર્શન આપવા આવતા હોય છે.

  થોડાંક સમય પહેલાં પણ ભગવાને તેઓને દિવ્યરૂપે દર્શન આપ્યાં હતાં અને પરમધામ એટલે કે અક્ષરધામનાં દર્શન કરાવ્યાં હતાં. હરિબાપાએ આ દાવો ફૂલવાડી મંદિરે પ્રસાદી ભવને મહોત્સવનાં સમાપન વખતે કર્યો હતો.

  સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા અનેક દાખડાઓ ભગવાને આપ્યાં છે અને હરિભગતને ધામમાં પણ લઇ ગયાં છે. ત્યારે આ વખતે રાજકોટનાં જામ વંથલીનો એક એવો જ કિસ્સો સામે આવ્યો છે.જેમાં હરિભગતે એવો દાવો કર્યો છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વયં પોતે આવીને તેઓને કહી ગયાં છે કે તેઓ આવતી કાલનાં રોજ તેમને ધામમાં લઇ જશે.

જેને લઇને આસપાસનાં સૌ કોઇ લોકો તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયનાં પણ હરિભગતોમાં પણ આ બાબતે એક જબરદસ્ત આશ્ચર્ય જોવા મળ્યું છે. (નોંધઃ જો કે આ સમગ્ર મામલે અકીલાન્યુઝ.કોમ કોઇ પણ પ્રકારનું સમર્થન નથી કરતું.)

(9:59 pm IST)