સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd March 2019

લોક જાગૃતિ માટે પોરબંદરથી ઉપલેટા સાયકલ યાત્રા :બાળકથી માંડીને વૃદ્ધો પણ જોડાયા

યાત્રામાં 8 વર્ષના બાળકથી લઇ 80 વર્ષના વૃદ્ધ મળી કુલ 45થી વધુ સાયકલિસ્ટોએ ઉત્સાહપૂર્વક જોડાયા

 

પોરબંદર :લોકોમાં સાયકલિંગ પ્રત્યે જાગૃતતા આવે અને સાયકલિસ્ટોને લોન્ગ ડિસ્ટન્સ સાયકલિંગની પ્રેકટીસ મળી રહે તે માટે પોરબંદર સાયકલિંગ ક્લબ પોરબંદરથી ઉપલેટા અને ઉપલેટાથી પોરબંદર રીટર્ન અને વન-વે એમ 75 કીલોમીટર અને 150 કિલોમીટરની સાયકલ યાત્રાનુ આયોજન કરાયું હતું જેમા આઠ વર્ષના બાળકથી માંડી એસી વર્ષના વૃધ્ધ અને મહિલા સહિત તમામ વયના લોકોએ ઉત્સાહ સાથે જોડાયા હતા

   આજના બાઇક અને કારના જમાનામાં સાયકલો એકદમ વિસરાઇ ગઈ છે તેમ કહીએ તો ચાલે. વધતા જતા વાહનોના કારણે ઇંધણનો વપરાશ પણ વધ્યો છે તો સાથે-સાથે પર્યાવરણને ભારે નુકશાન થઇ રહયું છે. આવા સમયે લોકોમાં સાયકલ ચલાવવા અંગે જાગૃતતા આવે તેવા ઉમદા હેતુથી પોરબંદર સાયકલિંગ ક્લબ દ્વારા લોન્ગ ડિસ્ટન્સ સાયકલ યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના કમલાબાગથી લઈને ઉપલેટા સુધી 75 કીલોમીટર વન વે અને ઉપલેટાથી રીટર્ન મળીને 150 આમ બે શ્રેણીમાં સાયકલ યાત્રા યોજાઈ રહી છે

  સાયકલ યાત્રામાં 8 વર્ષના બાળકથી લઇ 80 વર્ષના વૃદ્ધ મળી કુલ 45થી વધુ સાયકલિસ્ટોએ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સમગ્ર સાયકલ યાત્રા યોજવા પાછળનો મુખ્ય હેતુ અંગે સાયકલ યાત્રાના આયોજકો દ્વારા એવુ જણાવવામાં આવ્યુ હતુ કે,પોરબંદર સાયકલિંગ ક્લબને ત્રણ વર્ષ પુરા થઈ રહ્યા છે તો લોન્ગ ડિસ્ટન્સ સાયકલિંગની બધાને પ્રેકટીસ પડે તે માટે આયોજન કરવામાં આવ્યુ છે.

  પોરબંદર સાયકલિંગ ક્લબ દ્વારા આયોજીત પોરબંદરથી ઉપલેટા વન વે અને રીટર્ન એટલે 51 કીલોમીટર અને 150 કીલોમીટર સુધીની લોન્ગ ડિસ્ટન્સ સાયકલ યાત્રામાં પોરબંદર,રાજકોટ અને જામનગર સહિતના જિલ્લાઓમાંથી ડોક્ટરો,ઈજનેર,સીએ,બિઝનેસમેન,ઉદ્યોગકારો તેમજ મહિલાઓએ પણ ઉત્સાહ સાથે સાયકલ યાત્રાના એડવેન્ચરમાં ભાગ લીધો છે.

(11:59 pm IST)