સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd March 2019

કોટડાસાંગાણી-ગોંડલ રોડ ઉપર પુલ નીચે કાર ખાબકતા ચાલાકને ઇજા

તૂટેલા રોડ-પુલના કારણે પ મહિનામાં ત્રણના મોત થયા હોય આ ગોજારા માર્ગને તાકિદે રીપેર કરોઃ કોંગ્રેસ પ્રમુખ સુરેશ લુણાગરીયા

કોટડાસાંગાણી, તા.૨૩:- કોટડાસાંગાણી- ગોંડલ માર્ગ પર તુટેલા પુલ પરથી ઈકો કાર નીચે ખાબકતા ચાલકને ઈજાઓ થવા પામી હતી

 આ માર્ગ બીસ્માર અને પુલ સાંકડા તેમજ તુટેલા હોવાથી અવારનવાર અકસ્માતની દ્યટના સામે આવે છે જેમા વધુ અક બનાવ બનવા પામ્યો છે કોટડાસાંગાણી ગોંડલ માર્ગ પર આવેલ પાંચીયાવદર પાટીયા નજીક તુટેલા પુલની દિવાલથી નવીજ ખરીદી કરેલી ઈકોકાર પુલની દિવાલ તુટેલી હોવાથી નીચે ખાબકતા ચાલકને ઈજાઓ થવા પામી હતી અને કારને ભારે નુકશાન આવ્યુ હતુ અત્રે ઉલ્લેખનીય છેકે કોટડાસાંગાણી ગોંડલ માર્ગને ૧૮ કરોડના ખર્ચે પહોળાઈ વધારીઙ્ગ નવીનીકરણ કરવાની સરકારે જાહેરાત કરી છે પરંતુ હાલતો આ માર્ગ પર ઠેર ઠેર પુલની તુટેલી દિવાલ અને રોડ પર ગાબડા હોવાથી અવારનવાર અકસ્માત થાય છે.

દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશ લુણાગરીયાએ જણાવ્યું હતું કે,  આ રોડ પર પાંચ મહીનાના સમય ગાળામા ત્રણ વાહન ચાલકોના અલગ અલગ અકસ્માતમા મોત થયા હતા જેમા ગત તારીખ ૪ માર્ચના રોજ બે બાઈક વચ્ચેના અકસ્માતમા કોટડાસાંગાણીના ભાડવા ગામના સંદિપ જગદીશભાઈ કકકડ અને કોટડાસાંગાણીની વાડિમા કામ કરતો પર પ્રાંતીય શૈલેષ પોતડીયાનો ખરેડા નજીક બંનેના સામસામે બાઈક અથડાતા આ અકસ્માતમાં ગંભીર રીતે દ્યવાયેલા સંદિપ અને શૈલેષનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ જયારે અન્ય બનાવમા ગત તારીખ ૨૯-૧૦-૨૦૧૮ કોટડાસાંગાણી ગોંડલ માર્ગ પર ખરેડા નજીક ઈકો કાર નંબર GJ 21 AQ 6138 અને સ્પ્લેન્ડર બાઈક નંબર GJ 3 AH 1125 વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવાર કોટડાસાંગાણીના જયેશ દ્યુસાભાઈ સોરઠિયા અને તેનો ચાર વર્ષનો પુત્ર વેદ જયેશભાઈ સોરઠિયાને ગંભીર ઈજાઓ થતા વેદનુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ આમ પાંચ મહીનામા ત્રણ જીવ આ રોડ ભરખી ગયો છે. આ રોડ પર છાસવારે અકસ્માત સર્જાતા હોવાથી વાહન ચાલકોને આ રોડ પરથી પસાર થતા પણ ડર લાગી રહ્યો છે અને લોકો આ માર્ગને ગોઝારો માર્ગ તરીકે પણ ઓળખવા લાગ્યા છે. ત્યારે તંત્ર દ્વારા તાકિદે રોડ અને તુટેલા પુલની પારીઓ રીપેરીંગ કરાઈ તે જરૂરી બન્યુ છે.

(11:59 am IST)