સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd March 2019

મોરબી આદીનાથ યાત્રા મંડળ દ્વારા જૈન સમાજ માટે ૨૪મો ૬ ગાઉ યાત્રા પ્રવાસ પૂર્ણ

મોરબી-ટંકારા, તા.૨૩: ફાગણ સુદ ૧૩ ના રોજ પાલીતાણા ખાતે જૈન સમાજ માટે ખાસ દિવસ હોય છે જેમા દેશ વિદેશ થી આદીનાથ ભગવાન ના દરબારમાં આવી ધન્યતા અનુભવે છે.

મોરબી આદીનાથ યાત્રા મંડળ દ્વારા છેલ્લા ૨૪ વર્ષ થી યાત્રાળુ માટે પંચ તિર્થ કરાવે છે જેમા આ વર્ષે પણ ૬૦ જેટલા ભાગ્યશાળી ને લાભ મળ્યો હતો. આ સંઘની વિશેષતા એ છે કે બધા પરીવારના સભ્યોની જેમ યાત્રા કરે છે.

યાત્રા ને સફળ બનાવવા સંઘના જીલેષ દોશી ગિરીશ મહેતા નેમિષ શેઠ. વિપુલ દોશી ભારે જહેમત ઉઠાવી હતી તો સુંદર વ્યવસ્થામા સેવક તરીકે રાજુ ગાંધી હેમાંગ શાહ. રૂષિલ પારેખ જીતેષ દફતરી સંજય મહેતા ભાવેશ શાહ એ લાભ લીધો હતો

આ સંઘની ખાસિયત એ છે કે અહી કોઈ ચાર્જ વગર સંઘપતીને લાભ આપવામાં આવે છે વખતના સંઘપતિ ભાવેશ વિનોદભાઈ શાહે લાભ લીધો હતો જેનુ જીલેષ દોશી અને રાજુ ગાંધી એ બહુમાન કર્યું હતું. યાત્રા પ્રસ્થાન વખતે આદીનાથ યાત્રા મંડળ દ્વારા ૨ રૂપિયા અને ગાંધી મોહનલાલ ચત્રભુજ ટંકારા વાળા યુગ ગાંધીએ ૧૦ રૂપિયાનુ સંઘ પુજનનો લાભ લીધો હતો. તો ૬ ગવ યાત્રા પુર્ણ કરી ૨૬૫ રૂપિયા અને સંઘપતીએ પેન આપી હતી.

યાત્રિકોને પરેશાની ન થાય એ માટે દર કલાકે ઠંડુ પિણુ સુકો નાસ્તો ચોકલેટને ફ્રૂટનુ વિતરણ કર્યુ હતું ૧૦ વર્ષથી નાની ઉંમરના પાચ ભુલકાએ પગપાળા યાત્રા કરી હોય સૌએ અનુમોદનના રૂપે ૩૦૦ રૂપિયા અને વાકક્ષેપની વાટકી આપી હતી.

સૌથી અલગ તો આ ભાગ્યશાળીઓ દ્વારા ટંકારા પાંજરાપોળ ખાતે તિથી યોજના થકી જીવદયા માટે ફાળો કરવામાં આવે છે સાથે કુતરાને પક્ષીની ચણ રૂપે દર વર્ષે ઝોલી ફેરવાઈ છે.

(11:53 am IST)