News of Saturday, 23rd March 2019
સવારે જુનાગઢ પાસે માનસીક દિવ્યાંગ મહિલા ટ્રક હડફેટે ગંભીર
જૂનાગઢ તા. ર૩:.. જૂનાગઢ તાલુકાનાં સાંબલપુર ગામ પાસે આજે સવારે બાલાજી વેફરનાં તોતીંગ ટ્રકે માનસીંગ દિવ્યાંગ મહિલાને હડફેટમાં લીધી હતી.
આ મહિલાને ગંભીર ઇજા થવાથી સારવારમાં ખસેડેલ છે. આ અંગેની જાણ થતા તાલુકા પોલીસ સ્ટેશનનાં એએસઆઇ પી. જે. વાળા તથા કિરણભાઇ વગેરે તાત્કાલીક સ્થળ પર દોડી ગયા હતા અને મહિલાને સારવાર માટે હોસ્પિટલે ખસેડીને ટ્રક ડ્રાઇવર વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહીલાની ઉમર ૩પ વર્ષ આસપાસની હતી અને સાબલપુર નજીકનાં વિસ્તારમાં આંટાફેરા કરતી હતી.
(11:47 am IST)