સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd March 2018

જુનાગઢ- ગાંધીધામમાં બીલ્ડર્સ-વર્કસ કોન્ટ્રાકટરને ત્યાં 'વેટ' દરોડામાં ૩૧ લાખથી વધુની વસુલાત

આજે ભુજ-ગાંધીધામમાં બે વર્કસ કોન્ટ્રાકટરને ત્યાં ડે.કમીશ્નર લાડૂમોરનું ઓપરેશન

રાજકોટ તા. ર૩ :.. રાજકોટ વેટ તંત્રના ડીવીઝન -૧૦ ના ડે. કમીશ્નર શ્રી લાડુમોર દ્વારા ગઇકાલે જૂનાગઢ-ગાંધીધામમાં ૪ બીલ્ડરો-વર્કસ કોન્ટ્રાકટરને ત્યાં પડાયેલા દરોડામાં મોટી સફળતા હાંસલ થઇ છે.

ટીમો દ્વારા મોડી રાત સુધી તપાસ ચાલુ રહ્યા બાદ જૂનાગઢમાં એક બીલ્ડરને ત્યાંથી  ર૭ લાખનો એન્ટ્રી ટેકસ વસુલાયો હતો, તો અન્ય એક બીલ્ડરે સ્કીમમાં પૈસા ભરી દીધા હોય ૯ર હજારની વસુલાત કરી લેવાઇ હતી.

આવી જ રીતે ગાંધીધામમાં એક વર્કસ કોન્ટ્રાકટરને ત્યાંથી ર લાખ ૭પ હજાર એન્ટ્રી ટેકસ અંગે ત્થા એકને ત્યાંથી ૭૦ હજારની વસુલાત કરી લેવાઇ છે.

દરમિયાન આજે પણ બપોરથી ભુજ અને ગાંધીધામમાં બે વર્કસ કોન્ટ્રાકટરને ઝપટે લેવાયા છે, મોડી રાત સુધી તપાસ ચાલશે તેમ સાધનોએ ઉમેર્યું હતું. (પ-૧૮)

(4:23 pm IST)