ધ્રાંગધ્રામાં દારૂ પીધેલી હાલતમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ઝડપાતા સસ્પેન્ડ
વઢવાણ તા.૨૩: સિટી પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મીને સિટી પી.આઇ એન.કે.વ્યાસે પોલીસ કેસ કર્યો હતો આ કેસમાં ખુદ ફરિયાદી પી.આઇ બન્યા હતા ધ્રાંગધ્રા શહેરમાં છેલ્લા ઘણા સમયથી દારૂ,જુગાર,ચોરી જેવી અસામાજીક પ્રવૃતિઓ વધી રહી છે.
ધ્રાંગધ્રા માંથી ઇંગ્લિશ દારૂ પણ છાશવારે ઝડપાઇ જાય છે એવામાં સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ જી.જાડેજા કમ્પાઉન્ડ માંથી દારૂ પીધેલી હાલતમાં જતા હોવાથી ધ્રાંગધ્રા સિટી પી.આઇ. એન.કે.વ્યાસ દ્વારા પીધેલી હાલતમાં ઝડપી લઇ સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરી હતી પોતાના જ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી સામે કેસ દાખલ કરી દઇ કાર્યવાહી કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચીગયો છે આ મામલા ને જિલ્લા પોલીસ વડા દીપકકુમાર મેઘાણીએ ગંભીરતાથી લઇ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલ પોલીસકર્મીને તાત્કાલીક સસ્પેન્ડ કર્યો છે.