સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd March 2018

ધ્રાંગધ્રા પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા પીધેલી હાલતમાં ઝડપાયા બાદ સસ્પેન્ડ: એસપીનો આદેશ

બે દિવસ પહેલા પોલીસ કમ્પાઉન્ડમાં સીટી [પીઆઈના હાથે ઝડપાયો હતો

સુરેન્દ્રનગર:ધ્રાંગધ્રાનો પોલીસ કોન્સ્ટેબલ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં જ પીધેલી હાલતમાં ઝડપાઈ ગયો હતો.ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ જાડેજા નામના પોલીસ કોન્સ્ટેબલ નશાની હાલતમાં હોય જેને ઇન્ચાર્જ સીટી પી.આઈ. એન.કે. વ્યાસે નશાની હાલતમાં બે દિવસ પૂર્વે ઝડપાઈ ગયો હતો.

   આ બાબતની ગંભીર નોંધ લઈને સીટી પીઆઈ એન. કે. વ્યાસે કોન્સ્ટેબલ સામે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસકર્મીઓને શિસ્તના પાઠ ભણાવવા માટે પીઆઈ વ્યાસ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ સામે ખાતાકીય પગલા લેવા માટે જીલ્લા એસપી દીપકકુમાર મેઘાણીને કરેલા રીપોર્ટને પગલે એસપીએ પણ આ મામલે ગંભીરતા દાખવીને પીધેલી હાલતમાં ઝડપાયેલા પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.

(11:44 pm IST)