સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd March 2018

મોરબી જિલ્લામાં ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો :રાજકોટ-મોરબી જી.ની 20 ચોરીઓની કબૂલાત

 

મોરબી જીલ્લામાં ચોરી સહીત કુલ સાત ગુન્હાઓમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો છે એલસીબી ટીમને સફળતા મળી છે

મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમના ઇન્ચાર્જ પીઆઈ આર.ટી. વ્યાસની ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન ચોરી અને લૂંટના ગુન્હામાં ફરાર આરોપી ભનુ ઉર્ફે શંભુભાઈ ઉર્ફે લખમણ વાઘેલા (..૪૦) રહે. મૂળ જામકંડોરણા જી. રાજકોટ હાલ તળાજા મહુવા ચોકડી વાળાને ઝડપી લેવામાં સફળતા મળી છે ઝડપાયેલો આરોપી મોરબી જીલ્લાના માળિયા અને વાંકાનેર સીટી ઉપરાંત મોરબી અને તાલુકા પોલીસની હદમાં ચોરી અને લૂંટના ગુન્હામાં સંડોવાયેલો હોય

ફરાર આરોપી સામે કુલ સાત ગુન્હાઓ નોંધાયેલા હોય જેને ઝડપી લઈને વધુ પૂછરપછ કરતા આરોપીએ રાજકોટ અને મોરબી જીલ્લામાં કુલ ૨૦ જેટલા ચોરીનિયા ગુન્હાઓની કબુલાત આપી હતી એલસીબી ટીમે ઝડપાયેલા આરોપીને હળવદ પોલીસમાં લૂન્ત્તના ગુન્હાનો આરોપી હોય જેને હળવદ પોલીસમાં સોપી વધુ તપાસ ચલાવી છે.

(11:38 pm IST)