સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd February 2021

જૂનાગઢ જેલમાં વધુ એક કેદી પાસેથી મોબાઇલ ફોન, સીમકાર્ડ, વાયર કબ્જે

લ્યો બોલો... જેલના ટીવી સ્ટેન્ડ પર રાખેલ !

જૂનાગઢ તા. ૨૩ : જૂનાગઢ જેલમાં વધુ એક કેદી પાસેથી મોબાઇલ ફોન, સીમકાર્ડ અને ચાર્જીંગ વાયર મળી આવતા કબ્જે કરવામાં આવેલ.

જૂનાગઢ જેલના સુબેદાર જાહિદભાઇ આર. ચાનીયા વગેરેએ તા. ૨૨ની વહેલી સવારે જેલમાં ઝડતી હાથ ધરી હતી. આ દરમિયાન જેલના સ્ટેન્ડ પર કાચા કામનો કેદી એજાજ ઉર્ફે નદીમ ભીખુભાઇ બ્લોચે રાખેલ વિવો કંપનીનો મોબાઇલ ફોન, સીમકાર્ડ અને ચાર્જીંગ વાયર મળી આવેલ.  આથી સુબેદાર જાહિદ ચાનીયાએ આ તમામ પ્રતિબંધિત વસ્તુઓ કબ્જે કરી આરોપી એજાજ બ્લોચ સામે ગઇકાલે એ-ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેની વિશેષ તપાસ પીએસઆઇ વી.આર.ચાવડા ચલાવી રહ્યા છે.

(2:37 pm IST)