સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd February 2021

બરડા ડુંગરમાં વધુ ૧૯ ચિત્તલ ઉછેર માટે મુકાયા

બરડા ડુગરમાં ચિત્તલની કુલ સંખ્યા ૧ર૮ પહોંચી : ઉછેર માટે વાતાવરણ અનુકુળ

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૩ :  રાણાવાવ તાલુકાના બરડા ડંુગરામાં વધુ ૧૯ ચિત્તલને ઉછેર માટે મુકવામાં આવતા બરડા ડુંગરમાં ચિત્તલની કુલ સંખ્યા ૧ર૮ થઇ છે વડોદરાના પ્રાણી સંગ્રાહલયમાંથી ૧૯ ચિત્તલને લાવીને બરડા સાતવીરડા નેસના બ્રીડીંગ સેન્ટરમાં રાખેલ છે.

બરડા ડુંગરમાં ચિત્તલના બ્રેડીંગ સેન્ટરમાં ચિત્તલની સંભાળ માટે એક વેટરનીટી ઓફિસર ર એનીમલ કીપર રાખેલ છે. ચિત્તલ માટે સુકા તથા લીલા ઘાસની વ્યવસ્થા કરાય છે.

બરડા ડુંગરમાં  ચિત્તલને વાતાવરણ અનુકુળ છે. બરડા ડુંગરમાં પ૧ સાબર પણ સાબરના પુનઃ સ્થાપન પ્રોજેકટ હેઠળ રાખેલ છ. ચિત્તલ અને સાબરને અલગ અલગ પાંજરામાં રાખેલ છે.

બરડા ડુંગરમાં ચિત્તલ અને સાબરની જેમ કાળિયાર  હરણને મુકવા વનપ્રેમીઓ દ્વારા માંગણી ઉઠી છે. રાણાવાવ અને કુતિયાણા પંથકમાં ખેતરો પાસે અવારનવાર ચિત્તલ અને સાબર સાથે કાળિયાર પણ કયારેક જોવા મળી જાય છે.

(1:17 pm IST)