સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd February 2021

મોરબી ફલોર ટાઇલ્સ એસો.ના પ્રમુખ કિશોરભાઇ ભાલોડીયાનું ફેસબુક એકાઉન્ટ હેક

મિત્રો પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૩: સોશ્યલ મીડિયા એકાઉન્ટ હેક થવાના બનાવો છેલ્લા દિવસોમાં વધી રહયા છે અનેક અગ્રણીઓના એકાઉન્ટ હેક થયાના બનાવો પ્રકાશમાં આવતા રહ્યા છે જેમાં તાજેતરમાં મોરબી ફ્લોર ટાઈલ્સ એસોના પ્રમુખનું ફેસબુક એકાઉન્ટ હેક કરી મિત્રો પાસે રૂપિયાની માંગણી કરી હતી

મોરબી ફ્લોર ટાઈલ્સ એસોના પ્રમુખ કિશોરભાઈ ભાલોડીયાનું ફેસબુક એકાઉન્ટ હેક થયાની માહિતી પ્રાપ્ત થઇ છે કિશોરભાઈનું એકાઉન્ટ હેક કરીને હેકરો દ્વારા તેના મિત્રોને મેસેજ દ્વારા રૂપિયાની માંગણી કરી હતી મેસેજ દ્વારા મિત્રોને ગૂગલ પે અથવા પેટીએમ મારફત પૈસાની માંગણી કરવામાં આવી હતી જે બનાવને પગલે ઉદ્યોગપતિ કિશોરભાઈ ભાલોડીયાએ સાયબર ક્રાઈમ ડીપાર્ટમેંન્ટમાં લેખિત અરજી કરતા સાયબર ક્રાઈમ વિભાગે બનાવની તપાસ ચલાવી છે.

(1:11 pm IST)