સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd February 2021

ઝીંઝુવાડા વીડ વેરાઇ માતાજીની ૧૫મી વાર્ષિક તિથિએ નવચંડી યજ્ઞ

હળવદ  : સૌરાષ્ટ્રમાં અનેક માતાજીનામંદિરો અને મઢો આવેલા છે તેમાંનાઝીંઝુવાડા ના વીડમાં બિરાજમાન વેરાઈ માતાજી ત્રણ પરિવાર સાવધરીયા , ટમાલીયા, રંજીયા મા પૂજાય છે રબારી સમાજમાં શ્રી વેરાઈ માતાજી શ્રધ્ધા અને ભકિતનું પ્રતીક ગણાય છે અને ભકતો માતાજીના દર્શન કરી ધન્યતા મેળવે છે ત્યારે શ્રી વેરાઈ માતાજી ની ૧૫મી વાર્ષિક તિથિ અને નવચંડી યજ્ઞ પાટડી તાલુકાના ઝીંઝુવાડા વીડમા યોજાશે માતાજીનો માંડવો મહા સુદ-૧૪ શુક્રવાર તા,૨૬ના સવારે આઠ વાગ્યે તેમજ ફૂલ પછેડો રાત્રે ૧૨ .૩૯ વાગ્યે , પીયાલો મહા સુદ ૧૫ શનિવાર તા,૨૭ ના સવારે ૮-૦૦ કલાક યજ્ઞ નો પ્રારંભ મહાસુદ ૧૫ તા,૨૭ શનિવારે સવારે૮-૩૦ કલાકે થશે. મુખ્ય દાતા શ્રી સાવધરિયા રામજીભાઈ તેજાભાઈ ગામ શિયાણી વાળા. તેમજ માતાજીની આરતી ના દાતા ટમાલીયા રદ્યુભાઈ ભીખાભાઈ ગામ ભદ્રેશી તથા માતાજીની ધજા ના દાતા સ્વ.કરશનભાઈ ધનાભાઈ ટમારિયા ગામ ભદ્રેશી તથા ભોજન પ્રસાદ ના દાતા કાબાભાઇ ચોથાભાઈ સાવધરીયા ગામ દુદખા વાળા તથા હીરાભાઈ રામજીભાઈ સાવધારીયા ગામ વાવડી તથા સ્વ.ગોકુળભાઈ મેવાભાઈ રંજીયા ગામ સાવડા તેમજ મંડપ ના દાતા સ્વ. નથુભાઈ વરજાગભાઈ ટમાલીયાલ ગામ ગંજેળા સહિતના અનેક દાતાશ્રીઓ માતાજીનારૂડા પ્રસંગમાં કાર્યમાં સહભાગી બન્યા શ્રી વેરાઈ માતાજી ની વાર્ષિક ૧૫મી વાર્ષિક તિથિ અને નવચંડી યજ્ઞ યોજાશે જેમાં યજ્ઞના આચાર્ય તરીકે શાસ્ત્રી મુકેશભાઈ એ. દવે સેવા આપશે વેદિક મંત્રોથી વાતાવરણ ધર્મ અને ભકિતની બનશે માતાજીના પ્રસંગને સફળ બનાવવા માટે જનકભાઈ સાવધરીયા, રમેશભાઈ ટમાલીયા,વિરમભાઇ સાવધરીયા, જેસીંગભાઇ રંજીયા,હરેશભાઈ ટમાલીયા, શીવાભાઈ રંજીયા, ગોવાભાઇ સાવધરીયા, સોમાભાઈ રંજીયા સહિતના અનેક આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીર : હરીશ રબારી)

(11:58 am IST)