સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd February 2021

શાળાઓમાં ફિઝિકલ શિક્ષણને આવકારતા ગુજરાત રાજ્ય શિક્ષણ સંઘના ઉપપ્રમુખ શાંતુભાઇ મોડા

(ધર્મેશ કલ્યાણી દ્વારા)જસદણ તા.૨૩ : કોરોના મહામારી લીધે ૧૬-૩-૨૦૨૦ થી સમગ્ર ગુજરાતમાં બાળકો માટે શાળાઓ બંધ હતી શાળાઓમાં બાળકોની હાજરીની ઉણપ આજ દિન સુધી સતત વર્તાય રહી હતી.

ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષણ સંદ્યના ઉપપ્રમુખ શ્રી શાંતુભાઈ મોડાએ જણાવ્યું હતું કે એક લાંબા અંતરાલ બાદ શાળાઓ ખૂલી છે અને બાળકોના કલરવથી શાળાઓ ગુંજી રહી છે બાળકો દ્વારા ફરી એક વાર ફિઝિકલ શિક્ષણનો પ્રારંભ થયો છે ત્યારે આપણે સૌ બાળકોની માનસિક પરિસ્થિતિને સમજીને બાળકોને શાળા સાથે જોડવા જોઈએ સરકારશ્રીની તમામ ગાઇડ લાઈનનું પાલન કરીને બાળકોને શિક્ષણમય બનાવીએ. ફરી એકવાર શાળામાં બાળકો અને શિક્ષકો વચ્ચે તાદામ્ય કેળવીએ. શાળા પ્રત્યેની બાળકોની માનસિકતા અને શિક્ષણની જાગૃતિ માટે શકય એટલા તમામ પ્રયત્નો કરીએ સાથે સાથે બાળકોની માનસિકતામાં થયેલા ફેરફારને પણ શિક્ષણ દ્વારા ખાસ અર્થમાં ચેતનમય બનાવીએ. પરિસ્થિતિ સામે ગંભીરતાથી કઈ રીતે લડવું અને તેમાંથી કઈ રીતે આરોગ્યની સાચવણી કરવી તે તમામ બાબતોને આવરી ને આપણે સાચા અર્થમાં બાળકોના આરોગ્ય અને શિક્ષણ માટે ભરપૂર પ્રયત્ન કરીએ. આજદિન સુધી આપણે વર્ચ્યુઅલ માધ્યમથી ખૂબ જ સુંદર કામગીરી કરી હતી પરંતુ હવે તે કામગીરી નવેસરથી ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે સુપેરે પાર પાડવા માટે સર્વે શિક્ષક મિત્રો સક્ષમ છે શાળામાં ફરી એકવાર બાળકોને આવકારી શાળાને ચેતનવંતી બનાવવા માટે દરેક શિક્ષકોને ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષણ સંદ્યના ઉપપ્રમુખ શાંતુભાઈ મોડાએ અભિનંદન પાઠવ્યા હતા.

(11:55 am IST)