સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd February 2019

રાજુલાના જુની કાતરમાં બે વર્ષથી છેડતી કરતા પોલીસ ફરીયાદ

અમરેલી, તા. ર૩ : રાજુલના જુની કાતરમાં રહેતી રેખાબેન બાવચંદભાઇ જીણધારા નામની યુવતીને બે વર્ષથી જયતા ભગુ સભાડ નામનો શખ્સ પજવણી કરી ખરાબ નજરે જોઇ જીવતી સળગાવી દેવાની ધામકી આપ્યાની ફરીયાદ રાજુલા પોલીસમાં થવા પામી છે.

અમરેલી નજીક રેતીચોરી કરતા ઝડપાયો

અમરેલીના શેત્રુંજી નદીના પટ્ટમાંથી ચાર ટન રેતી કિ.રૂ. ર૦૦૦ની રોયલ્ટી વગર ચોરી કરી લઇ જતા અબ્બાસ ઉર્ફે અબુકાળુ બેલીમ નામના શખ્સને પોલીસે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.(૮.૧૯)

 

(3:31 pm IST)