સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd February 2019

મહુવાના કતપર ગામના સરપંચ, ઉપસરપંચના ગેરવર્તન સામે આક્રોશ : પોલીસ મથકે રજૂઆત

બેફામ અભદ્ર ભાષા બોલીને મારઝૂડ કરતા હોવાનો આક્ષેપ

મહુવા: તાલુકાના કતપર ગામના સરપંચ અને ઉપસરપંચ દ્વારા ગ્રામજનો સાથે ગેરવર્તન કરી મારઝુડ કરાતી હોવાની રાવ સાથે ગ્રામજનોએ મહુવા પો.સ્ટે.માં લેખીત રજુઆત કરી પગલા ભરવા માંગ કરી હતી અને તેઓની સામે ફરિયાદ નોંધાવા પણ રજુઆત કરી હતી.

 આ અંગેની વિગત મુજબ મહુવા તાલુકાના કતપર ગામના સરપંચ તથા ઉપસરપંચ ગેરવર્તન કરી લોકો ઉપર જ ુલમ ગુજારે છે અને જાતિ-આવકના દાખલા લેવા જતા લોકો ઉપર ગેરવર્તન કરી અને દાખલા આપતા નથી. તેમજ લેવા જતા લોકોને બેફામ અભદ્ર શબ્દ બોલી મારજુડ પણ કરે છે તેવી રજૂઆત કરી છે  આખા ગામના તમામ વીસ્તારના લોકોને ખુબ જ મુશ્કેલી પડી રહી છે. જેથી કાયદાકીય રીતે કાર્યવાહી કરી એફઆઈઆર નોંધી આગળની કાર્યવાહી કરવા માંગણી સાથે ગ્રામજનોએ મહુવા પોલીસ મથકમાં લેખીત આવેદનપત્ર આપ્યું હતું

(1:12 pm IST)