સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd February 2019

બગસરાના ડેરી પીપળીયામાં એેન.એસ.એસ. કેમ્પ ખુલ્લો મુકાયો

એન.એસ.એસ.ની પ્રવૃતિથી રાષ્ટ્રભાવના, સામાજીક ઉત્થાનની ભાવના જાગે છેઃ નિતેષ ડોડીયા

બગસરા : નગરપાલિકા સંચાલિત મેઘાણી હાઇસ્કુલના એન.એસ.એસ. યુનિટ દ્વારા  સાત દિવસીય કેમ્પનો પ્રારંભ નગરપાલિકા પ્રમુખ રસીલાબેન પાથર ના અધ્યક્ષ સ્થાને તેમજ કેમ્પનું ઉદ્ઘાટન પાલિકાના ઉપપ્રમુખ નિતેષ ડોડીયાના વરદ હસ્તે કરવામાં આવેલ. આકેમ્પમા ંમુખ્ય મહેમાત તરીકે ગામના સરપંચ મહેશભાઇગોધાણી ખાસ ઉપસ્થિત રહેલ.

એન.એસ.એસ. ની પ્રવૃતિથી વિદ્યાર્થીઓમાં  રાષ્ટ્રભાવના  તેમજ સામાજીક જવાબદારીઓ   સહીત સમાન જીવનમાં  રહેવાની અનેક જવાબદારીઓની  ભાવના કેમ્પ  દ્વારા ઉજાગર થાય છે. તેમ નિતેષ ડોડીયાએ જણાવેલ, શાળાના આચાર્ય શેખવા સાહેબ ેકેમ્પમા ં વિવિધ પ્રવૃતિઓનું આયોજનથી વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં ખુબ ઉપયોગી બને છે.

આ કેમ્પમાં હરેશભાઇ પટોળીયા, મનોજભાઇ મહીડા, મહેશભાઇ બોરીચા, બી.બી. ચાવડા, બી.બી. ચંદ્રવાડીયા, ઠુમ્મર સાહેબ સહીતના આગેેવાનો, ગ્રામજનો, વિદ્યાર્થી ભાઇ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમનું સંચાલન સ્નેહી પરમારે કરેલ, તેમ પ્રોગ્રામ ઓફીસર ભરતભાઇ રંગાડીયાની યાદી જણાવે છે. (૩.૭)

 

(11:45 am IST)