સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 23rd January 2022

મોરબીમાં વ્યાજખોર બેફામ, ૨૪ ટકા વ્યાજે આપેલ રકમની પઠાણી ઉઘરાણી કરી ધમકી.

મોરબી તાલુકા પોલીસે એક આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી.

મોરબી પંથકમાં વ્યાજખોરો બેફામ બની ગયા છે વ્યાજખોરોના ત્રાસના અનેક કિસ્સા સામે આવતા રહે છે જેમાં વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો ચ જેમાં યુવાને ૨૪ ટકા વ્યાજે દોઢ લાખ રૂપિયાની રકમ લીધી હોય જેની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવાને પોલીસનું શરણ લીધું છે

મોરબીના લીલાપર ગામના રહેવાસી બીપીનભાઈ મલાભાઇ રાઠોડ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે છ માસ અગાઉ તેના દીકરાને કફની તકલીફ હોય જેની હોસ્પિટલની સારવાર માટે રૂપિયા ના હોવાથી કુટુંબી કાકાજી સસરા જૈનીશભાઈને વાત કરી હતી તેને દેવાભાઈ દીલાભાઈ રબારી રહે મોરબી રબારીવાસ વાળા વ્યાજે પૈસા આપે છે કહેતા ૨૪ ટકા વ્યાજે રૂ ૧ લાખ લીધા હતા અને બાદમાં રૂપિયાનું ૨૪ ટકા લેખે ૮૦૦૦ રૂ વ્યાજ ભરતો હોય અને વધુ પૈસાની જરૂર પડતા ત્રણેક માસ અગાઉ વધુ ૫૦ હજાર રૂપિયા ૨૪ ટકા વ્યાજે લીધા હતા અને દોઢ લાખ રૂપિયાનું ૧૨ હજાર રૂપિયા વ્યાજ ભરતો હોય છેલ્લા છવીસ દિવસથી પૈસા ના હોવાથી દેવાભાઈને વ્યાજના રૂપિયા આપી શક્યો ના હોય અત્યાર સુધીમાં દેવાભાઈને વ્યાજ પેટા રૂ ૧.૩૬ લાખ આપ્યા હોય છતાં તા ૧૮ ના રોજ સાંજના લીલાપર ચોકડીએ હોય ત્યારે મોબાઈલમાં ફોન આવ્યો હતો અને રૂપિયા બાબતે ગાળો આપી ધમકી આપી હતી અને તું પૈસા નહિ આપે તો તારો વહીવટ કરાવી નાખીશ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
બાદમાં અવારનવાર ફોન કરીને વ્યાજના રૂપિયાની ઉઘરાણી મામલે ધમકી આપે છે જેથી ડરી ગયેલા યુવાને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે વ્યાજખોર ઇસમ દેવાભાઈ દીલાભાઈ રબારી રહે મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

 

(5:02 pm IST)