સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd January 2021

ગોપીનાથજી દેવમંદિરના ભાનુપ્રકાશદાસ સ્વામીએ ગામ વિશે અયોગ્ય ટીપ્પણી કરતા ગઢડા (સ્વામીના) સજ્જડ બંધ

નાના-મોટા વેપારીઓ અને ગામ લોકોમાં ભારે રોષ : ચુસ્ત પોલીસ બંદોબસ્ત : કોઇની લાગણી દુભાઇ હોય તો માફી માંગુ છું: ભાનુપ્રકાશદાસ સ્વામીએ વિડીયો વાયરલ કરીને માફી માંગી

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ર૩ : બોટાદ જીલ્લાના ગઢડા (સ્વામીના) ના ગોપીનાથ મંદિરના દેવપક્ષના સાધુ ભાનુપ્રકાશ સ્વામીએ ગઢડા ગામ વિરૂધ્ધ વિડિયોમાં અયોગ્ય ટીપ્પણી કરીને ચોક્કસ જ્ઞાતી વિરૂધ્ધ વિડિયોમાં અયોગ્ય ટિપ્પણી કરતા ગઢડા ગામના નાના-મોટા તમામ વેપારીઓએ ગામ બંધ પાળીને વિરોધ ઠાલવ્યો છે.

ગઢડા વેપારી એસોસીએશન દ્વારા શહેરમાં વેપાર ધંધો કરતા તમામ વેપારીઓની ખાસ અગત્યની મીટીંગમાં લેવયેલા રીવ્યુ મુજબ આજે શહેરના તમામ વેપારી મિત્રો ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ના બોર્ડ સલાહકાર શ્રી ભાનુપ્રકાશદાસજી દ્વારા ગઢડા સમસ્ત ગામને તીરથ મુંડીયું કીધું છે કહેવયેલા તીરથ મુંડિયા ના વિરોધમાં સ્વૈચ્છીક રીતે સ્વતંત્ર પોતાના નિર્ણયથી તમામ વેપારી મિત્રો લારી-ગલ્લા તેમજ શાકભાજી વાળા મિત્રો સહિત બંધ પાળવાના છે તેવો તેમનો અભીપ્રાય છે.

ગઢડા શહેરમાં સૌથી ચર્ચાસ્પદ મુદો જે અત્યારે ચાલી રહ્યો છે, જે વીડીયોમાં કહેવામાં આવ્યું છે કે ગઢડા ગામ તીરથ મુંડીયું છે એટલે કે શહેરના તમામ લોકોને જે તીરથ મુંડિયા ક્રીધા છે તે મુદે ગઢડા શહેરના નગરજનોમાં ઘણો રોષ છે. એક અનુભવી સંતને પુછયું કે તીરથ મુંડીયા એટલે શું ? ત્યારે તે સંત જવાબ આપ્યો.

તીરથ મુંડીયા એટલે કોઇ તીર્થ ઉપર નભનારા લોકો ગઢડા (સ્વામીના) ગામ આજે સવારથી સ્વયંભુ બંધ છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

આ અંગે ગઢડા મંદિરના એક જવાબદાર સંત સાથે થયેલ ટેલીફોનીક વાતચીતમાં તેમણે સામેના જુથના એક સંત સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મંદિરના વહીવટ બાબતે ચાલતા ઝગડાના ભાગ રૂપે મંદિરની ઓફીસમાં લાગેલા સી.સી.ટી.વી. કેમેરાના પાસ-વર્ડ હેક કરી ભાનુપ્રકાશ સ્વામી દ્વારા બોલાગેલ વાતચીતને એડીટીંગ કરી તેનો વિડીયો બનાવી સોશ્યલ મીડીયામાં વાઇરલ કરી ગઢડાના લોકોને ઉશ્કેરી ગામ બંધ કરાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ અંગે મંદિર તરફથી ભાનુપ્રકાશ સ્વામી કે જેમના દ્વારાજ 'મુંડીયા' શબ્દ પ્રયોગ કરાયો હતો તેમણે કોઇની લાગણી દુભાઇ હોય તો માફી માંગુ છુ તેવો બીજો વિડીયો સોશ્યલ મીડીયામાં મુકયો છે. જો કે અગાઉના વિડીયોમાં ભાનુ પ્રકાશ સ્વામી ખુરશી ઉપર બેઠા છે ત્યારે તેમનો એક પગ ટેબલ ઉપર લાંબો કરી રાખવામાં આવ્યો હોય તેની પણ ટીકા થઇ રહી છે.

હાલ આ બનાવે ગઢડામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છે પોલીસે પણ યોગ્ય બંદોબસ્ત જાળવી રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે વડતાલ તાબાના મંદિરોમાં અગાઉના આચાર્ય અજેન્દ્રપ્રસાદ સ્વામી અને હાલના આચાર્ય રાકેશપ્રસાદ સ્વામી વચ્ચે ગાદી માટે ઘણા સમયથી વિવાદો ચાલી રહ્યા હોય આ બનાવે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હોય હાલના ગાદીપતિ જુથ દ્વારા સામેના જુથ ઉપર આક્ષેપો કરતા ફરી મામલો ગરમાયો છે. જો કે ચુસ્ત સ્વામીનારાયણના ભકતોની આ બનાવે ભારે લાગણી દુભાઇ છે. ત્યારે હવે આ બનાવથી આગળ ઉપર શું થશે તેવો પ્રશ્ન હાલ સંપ્રદાયમાં ચર્ચાઇ રહ્યો છે.

(3:33 pm IST)