સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd January 2021

મોરબીમાં 7 વર્ષની બાળકીના મૃતદેહના FSL રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો : હત્યા અને દુષ્કર્મની કલમ ઉમેરાઈ

સિરામીક ફેક્ટરીમાં શ્રમિક માતા-પિતાની બાળકીનો મૃતદેહ પ્લાસ્ટિક બેગમાં બાંધેલી હાલતમાં મળેલો

મોરબીમાં 7 વર્ષની બાળકીનો નજીક ફેક્ટરીમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો .પ્લાસ્ટિક બેગમાં બાંધેલી હાલતમાં મળેલા મૃતદેહને FSLમાં મોકલવામાં આવ્યો હતો. જેના રિપોર્ટ બાદ પોલીસે હત્યા અને દુષ્કર્મની કલમનો પણ ઉમેરો કરાયો છે. અપહરણ બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ પોસ્ટમોર્ટમ માટે રાજકોટ FSLની મદદ લેવામાં આવી હતી. અને રિપોર્ટમાં દુષ્કર્મની ઘટના સામે આવી હતી. 

સિરામીક ફેક્ટરીમાં શ્રમિક માતા-પિતાની બાળકીનો મૃતદેહ મળ્યા બાદથી પોલીસ હત્યા અને દુષ્કર્મના આરોપીને ઝડપવા માટે સક્રિય બની છે. જોવામાં આવે તો શહેરો અને ગ્રામિણ વિસ્તારમાંથી પણ 15 વર્ષ સુધીની બાળકીઓના અપહરણ અને દુષ્કર્મની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે.

(12:22 am IST)