સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 23rd January 2020

જસદણ-વિંછીયા તાલુકાના ૬૯.૨૧ કરોડના વિકાસ કામોનું મંત્રી બાવળીયાના હસ્તે લોકાર્પણ

જસદણ તા.૨૩ : પ્રજાસત્ત્।ાક પર્વની ઉજવણીના ભાગરૂપેઙ્ગ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ તાલુકાના શાંતિનગર ગામે રૂપિયા ૩૫ કરોડના ૩૭ વિકાસ કામોનું તેમજ વિંછીયા તાલુકાના છાસિયાં ગામે રૂપિયા ૩૪.૧૪ કરોડના ૨૬ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું.

આ પ્રસંગે મંત્રી બાવળિયાએ જણાવ્યું હતું કે જસદણ-વિંછીયા તાલુકાની પ્રજાને વીજળી, રસ્તા,પાણી, ભૂગર્ભ ગટર, આરોગ્ય,બ્રીજ સહિતની સુવિધાઓ પ્રાપ્ત થશે.ઙ્ગ

સુંદર રસ્તાનું નિર્માણઙ્ગ થવાથી વાહન ચાલકોને અવર-જવર માટેની સુવિધા મળશે અને પોલીસ જવાનોને સુંદર રહેઠાણ મળે તે માટે પોલીસ આવાસ બનાવવામાં આવશે. સૂર્ય રૂફ ટોપ યોજનાનો વધુમાં વધુ લોકોએ લાભ લેવા અનુરોધ કર્યો હતો. જસદણમાં સામુહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરીને જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવાશે.ઙ્ગ શ્રેષ્ઠ પશુ દવાખાનું પણ બનાવવામાં આવશે. ખાતમુહૂર્ત કરેલા વિકાસકામોનું ટૂંકાગાળામાં લોકાર્પણ કરી નક્કર પરિણામ આપીશું તેમ મંત્રી બાવાળીયાએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની રૂફ ટોપ યોજનાની વીડિયો કિલપ રજૂ કરીને આ યોજનાની માહિતી આપવામાં આવી હતી. આ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર આપીને મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

રાજયના માર્ગ અને મકાન વિભાગના સ્ટેટ હાઈવેથી ડુંગરપુર- કનેસરા- કોઠી ગામના ૧૫.૬ કિલોમીટરના રોડના પહોળાઈ અને મજબૂતીકરણના કામોનું, ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ દ્વારા જસદણ ખાતે રૂ. ૯.૫૨ કરોડના ખર્ચે બનનારા બી-૪૮ પોલીસ આવાસોનું ભૂમિપૂજન કુંવરજીભાઇ બાવળીયાએ કર્યું હતું.

ભંડારિયા ગામે રૂ.૨.૯૩ કરોડના ખર્ચે ૬૬ કેવી સબ સ્ટેશનની સુવિધા ઉભી કરાઈ છે.

વિંછીયામાં રૂ.૧.૧૬ કરોડના અને ભડલીમાં રૂ. ૯૬ લાખના ખર્ચે ગ્રુપ સુધારણા યોજના, વિછીયા – હડમતીયા – છાસિયા રોડના ૨૭.૫૦ કરોડના કામો તેમજ ભૂગર્ભ ગટરના રૂ. ૨.૫૨ કરોડના કામોનું મંત્રીએ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. સ્વાગત પ્રવચન ખોડાભાઈ ખસિયાએ કર્યું હતું. વિવિધ વિભાગના અધિકારીઓએ વિકાસકામોની માહિતી રજુ કરી હતી. વીંછીયા માર્કેટ યાર્ડ ચેરમેન કડવાભાઈ જોગરાજીયા, જસદણ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ રામાણી, ધીરુભાઈ ભાયાણી,ઙ્ગ પ્રાંત અધિકારી પ્રિયંક ગલચર,નાયબ ઈજનેર એ.ડી.સૈયદ, પીજીવીસીએલના અધિકારી જે.જે.ગાંધી,ઙ્ગ ઙ્ગનગરપાલિકા ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા, પાણી પૂરવઠા અધિકારી પી. એન.ઙ્ગ ત્રિવેદી, મામલતદાર ઝાલા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધી મનસુખભાઈ જાદવે કરી હતી.

(11:34 am IST)