સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 22nd January 2020

ટંકારા પોલીસે એક્ટિવામાં દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓને ઝડપ્યા : 24,400નો મુદામાલ જપ્ત

 

ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખીજડીયા ચોકડી પાસેથી પસાર થતા એકટીવા નં જીજે ૦૩ કેબી ૦૯૯૫ ને રોકી તલાશી લેતા ૧૧ નંગ ઈંગ્લીશ દારૂ કીમત રૂ ૪૪૦૦ મળી આવતા દારૂ અને મોટરસાયકલ સહીત કુલ રૂ ૨૪,૪૦૦ નો મુદામાલ જપ્ત કરીને આરોપી ફરજાનાબાનું સાબિર સીદીક સૈયદ (રહે રતનપર તા. ગોંડલ )અને પ્રેશ કેશુભાઈ વાઘેલા (રહે વીરડા તા. રાજકોટ) વાળાને ઝડપી લીધા છે

(1:07 am IST)