સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 23rd January 2019

ભુજની છાત્રાઓ રોજગાર કચેરીની મુલાકાતે

ભુજમાં બી.એડનો અભ્યાસ કરતી છાત્રાઓની એક ટીમે ઈશિતા દિલીપભાઇ ગોરના નેતૃત્વ હેઠળ જિલ્લા રોજગાર કચેરીની મુલાકાત લઇ અધ્યાપન દરમ્યાન તૈયાર કરવાના એસઇનમેન્ટ માટે વિવિધ રાજય સરકારના રોજગાર વિભાગ દ્વારા બેરોજગાર યુવક-યુવતિઓની કરાતી નામ નોંધણી સહિત રોજગાર વિભાગની વિવિધ પ્રવૃતિની જાણકારી અપાઇ હતી. જિલ્લા રોજગાર અધિકારી એમ.કે.પાલાએ વિધાર્થીનિઓને વિવિધ નોકરીઓમાં ભરતી માટે આવશ્યક અભ્યાસક્રમ, ઉંમર, વિશેષ લાયકાતો ઉપરાંત વોકેશનલ ગાઇડન્સ, જોબફેર દ્વારા કરાતી ભરતી, જોબ માર્કેટનો ટ્રેન્ડ વગેરે બાબતોએ પણ અવગત કર્યા હતા. તે પ્રસંગની તસ્વીર.(૨૨.૨)

(11:56 am IST)