અમરેલીના ચાંદગઢમાં ઝેરી દવાવાળા બાટલામાં પાણી પીતા યુવતિને ઝેરી અસર
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.રર : તાલુકાના ચાંદગઢ ગામે રહેતી રીંકલબેન ઉ.૧૭ વાડીએ કપાસ વીણતા હોય પાણીની તરસ લાગતા ઝેરી દવાવાળા બાટલામાં પાણી ભરી પી જતા ઝેરી અસર થતા ગુણાતીત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે.
આગ
રાજુલા છતડીયા રોડ પર આવેલ અજંતા ક્રીમટો આઇસ્ક્રીમની રીમુવ સેલ એજન્સીમાં તા.ર૦/૧૧ ના વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાથી હાયર કંપનીના ૧૦ ડીપફીઝ સળગી જતા રૂા. ૮૦ હજારનું નુકસાન થયાનું નસીબભાઇ ગઢીયાએ પોલીસમાં જાહેર કર્યું છે.
છેડતી
ખાંભા દાઢીયાળી જુના રસ્તે યુવતી બપોરના ખેતરે ભાત લઇ જતી હતી ત્યારે ખાંભા ભગવતીપરામાં રહેતા ભોજુ ગભરૂભાઇ કીકરે બળજબરીથી પકડી છેડતી કરી બાઇક લઇ જતો રહેલ અને અગાઉ પીછો કરી ઠેકડી ઉડાડયાની ખાંભા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
દાઝી ગયો
બાબરા જીઆઇડીસીમાં લોખંડની ફેકટરીમાં ફુલેશ્વરીસીંગ કિશુલસીંગ ઉ.ર૭ કામ કરતો હતો ત્યારે લોખંડની પાઇપ ફાટતા અકસ્માતે દાઝી જતા સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.
સતમણી
તાલુકાના મોટા માંડવા ગામે આઠ વર્ષ ચાર માસની બાળાને તે જ ગામના અરવિંદ મુળજીભાઇ શિરોયાએ માછલી આપવાની લાલચ આપી લલચાવી ફોલાવી જાતીય સતામણી કર્યાની અમરેલી રૂરલ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા આ બનાવની તપાસ પી.એસ.આઇ.પી.બી.લકકડ ચલાવી રહ્યા છ.ે
સર્પદંશ
ધારી તાલુકાના કુબડા ગામે સીમમાં ખેતમજુરી કરતા ર૩ વર્ષના યુવાન અરવિંદ તારચંદભાઇ ઠાકરશીને ઝેરી સર્પે દંસ મારતા સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.