સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd November 2021

ખેડૂતોની જીતને આવકાર આપતા પ્રદેશ કોંગ્રેસ અગ્રણી નિલેશભાઇ કુંભાણી

(દિપક કનૈયા દ્વારા) બાબરા,તા. ૨૨: છેલ્લા ઘણા સમયથી દીલ્લી પંજાબ હરિયાણા રાજસ્થાન સહિત અન્ય રાજયોના ખેડૂતો કેન્દ્ર સરકાર સાથે આંદોલન ચલાવી રહ્યા હતા આ આંદોલનમાં દેશના અનેક ખેડૂતો એ પોતાનો જીવ ગુમાવ્યો છે કૃષી ક્ષેત્રેના સરકારના મુખ્ય ત્રણ કાયદા પરત ખેંચવા માટે એક વર્ષથી સરકાર સાથે આંદોલન કરી રહ્યા હતા ખેડૂતો આંદોલનકારી ખેડૂતોને ધન્યવાદ આપવા માટે હીટલર સાહી સાશન સામે જંગ જીતી લીધી કેન્દ્રની ભાજપ સરકાર ઝુકી ગઈ અને ખેડૂતોની માંગ સ્વીકારાઈ આજે દેશના ખેડૂતોમા આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ તકે ગુજરાત કોંગ્રેસના અગ્રણી નિલેશભાઈ કુંભાણીએ ટ્વીટ કરી દેશના ખેડૂતોને અભિનંદન આપ્યા હતા કેન્દ્રની ભાજપ સરકારની તાનાશાહીથી ખેડૂતો પોતાના પાકના પુરતા પ્રમાણમાં ભાવ નથી આપવામા આવતા તેમજ અન્ય કાયદા ઓ નાખી ખેડૂતો ના માથે બોજા નાખ્યા હતા ખેડૂતોની માંગ મુજબ ત્રણ કાયદા પરત ખેંચવા ખેડૂતોની જીત થતા હું આવકારું છું કોંગ્રેસ હર હંમેશ ખેડૂતો સાથે છે અને રહેશે. 

(12:57 pm IST)