સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd November 2019

હળવદના માથક ગામે દારૂના કટિંગ સમયે પોલીસનો દરોડો: દારૂ, ટ્રક સહિત ૨૦ લાખનો મુદામાલ ઝડપાયો

માથક ગામની સીમમાં દારૂ ભરેલી ટ્રક માંથી કટિંગ ચાલતું હતું ત્યારે જ પોલીસ પહોંચી

 

હળવદના માથક ગામે ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કર્યો હતો અને કટિંગ સમયે દરોડો કરીને દારૂ તેમજ વાહનો સહીત કુલ ૨૦.૮૩ લાખનો મુદામાલ જપ્ત કરીને પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે

હળવદના માથક ગામની સીમમાં દારૂ ભરેલી ટ્રક આવી હોય અને કટિંગ ચાલતું હોય તેવી બાતમીને પગલે હળવદ પોલીસ ટીમે દરોડો કર્યો હતો અને દરોડા દરમિયાન આરોપી રેશમસિંધ ટહેલસિંઘ જાટ રહે પંજાબ વાળાને ઝડપી લીધો હતો

અને સ્થળ પરથી પોલીસે ઈંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ ૨૨૮૦ કીમત રૂ ,૧૨,૦૦૦ ઉપરાંત ટ્રક નં પીબી ૧૩ એએ ૯૭૩૧ કીમત લાખ, મેટાડોર નં જીજે ૦૩ ઝેડ ૬૦૨૫ કીમત .૫૦ લાખ અને ઇકો કાર નં જીજે એએમ ૦૮૬૦ કીમત 3 લાખ અને મોટરસાયકલ જીજે ૦૩ એફ્બી ૫૯૨૮ કીમત રૂ ૧૫,૦૦૦ બે મોબાઈલ કીમત ૬૦૦૦ સહીત કુલ રૂ ૨૦,૮૩,૦૦૦ નો મુદામાલ જપ્ત કરાયો છે

જયારે રેડ દરમિયાન એક આરોપી ઝડપાયો છે તો અન્ય આરોપી જયપ્રકાશ કમલભાઈ શર્મા રહે હાલ હળવદ, વિકીભાઈ, ધવલ નરેન્દ્ર શુક્લ રહે હળવદ, અજય રૂડાભાઈ રહે માથક, સિકંદર રહે ધ્રાંગધ્રા અને જાતિન પટેલ રહે ધ્રાંગધા એમ આરોપી નાસી છૂટવામાં સફળ થતા તેની વિરુદ્ધ ગુન્હો નોંધી દારૂનો જંગી મુદામાલ જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે

(1:02 am IST)