સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd November 2019

ચોટીલાના માર્કેટિંગ યાર્ડમાં 26 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચી: 479 ખેડૂતોએ નામ નોંધણી કરાવી

આશરે ત્રણ હજાર મણ મગફળી નો જથ્થો સરકારે ખરીદ કર્યો

સુરેન્દ્રનગર જીલાના ચોટીલા સહિતના તાલુકા ઓમાં ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરી શકાય તે માટે ચોટીલાના આણંદપૂર રોડ પર આવેલ નવા માર્કેટિંગ યાર્ડ ખાતે ૪૭૯ જેટલા ખેડૂતોએ નામ નોંધણી કરાવેલ છે જેમાં તા ૧૮ થી ૨૦ સુધી માં ૨૬ જેટલા ખેડૂતો એ પોતાની મગફળીનું ટેકાના ભાવે વેચર્સન કરવા પહોંચી ગયા હતા.

 ચોટીલા સહિત ના અન્ય તાલુકાઓમાં સરકાર દ્વારા ખેડૂતો પાસે થી ટેકા ના ભાવે મગફળી ની ખરીદી કરવા માટે ખરીદ કેન્દ્રો ઉભા કરાયા છે.જેમાં ચોટીલા ના આણંદપૂર રોડ પર આવેલ નવા માર્કેટિંગયાર્ડ ખાતે ૪૭૯ ખેડૂતો ના નામ નોંધણી થઈ જતા તા.૧૮ થી ૨૦.સુધી માં ૨૬ જેટલા ખેડૂતો એ આશરે ત્રણ હજાર મણ મગફળી નો જથ્થો સરકારે ખરીદ કર્યો છે.

(1:12 pm IST)