સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd November 2019

દુબઈના રાજ પરિવાર માટે માંડવીમાં બનશે સૌથી લાંબુ જહાજ

માંડવીના ઇતિહાસમાં સૌથી 207 ફૂટના લાંબા અને 18 ફૂટની ઊંચાઈ ધરાવતા જહાજ નિર્માણમાં 23 હજાર ક્યુબીક લાકડું વપરાશે 2000 હોર્સ પાવરનું એન્જીન બેસાડાશે

કચ્છની હાથ બનાવટની કારીગરીનો ફરી એકવાર વિશ્વમાં ડંકો વાગ્યો છે વહાણવટા માટે પ્રખ્યાત માંડવીમાં દુબઇના રાજ પરિવાર માટે રૂ.સાત કરોડના ખર્ચે માંડવીના ઇતિહાસમાં સૌથી લાબું 207 ફૂટના દેશી વહાણનું નિર્માણ થઈ રહ્યું છે પાંચ પેઢીનો વારસો ધરાવતા કારીગરને વહાણ બનાવવાનો કોન્ટ્રાકટ મળ્યો છે

માંડવીના વહાણવટાનો વિશ્વમાં દબદબો રહ્યો હતો પરંતુ સમય જતાં ઉદ્યોગ પણ મંદીમાં સપડાઈ જવા પામ્યો છે તે વચ્ચે કલા કારીગરીના શોખીન દુબઈના રાજ પરિવારે વિશ્વમાંથી ભારતની પસંદગી કરી તેમાંય કચ્છનાં માંડવીના કારીગરને પોતાના હરવા ફરવા માટે ખાસ દેશી જહાજ બનાવવા માટેનો ઓર્ડર આપ્યો છે.

 માંડવીમાં પાંચ પેઢી થી આ કામ સાથે સંકળાયેલા ઇબ્રાહિમ મિસ્ત્રીને રૂ.સાત કરોડના ખર્ચે વહાણ બનાવવાનો ઓર્ડર મળ્યો છે દેશ દુનિયામાં માંડવીના હાથ બનાવટના કારીગરોની તોલે કોઇ આવે શકે તેમ નથી રૂ. 7 કરોડના ખર્ચે બનનારું વહાણ માંડવીના ઇતિહાસમાં પ્રથમ વખત સૌથી લાબું હશે હાલમાં માંડવીના દરિયા કાંઠે હાથ બનાવટના વહાણ તૈયાર કરવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે અહીંથી પસાર થતા જ જહાજ બનાવવાની કામગીરી નજરે પડે છે

રાજ પરિવાર માટે રૂ.7 કરોડના ખર્ચે બની રહેલું વહાણ માંડવીના ઈતિહાસમાં સર્વ પ્રથમ વખત જ 207 ફૂટની લંબાઈ ધરાવતું વહાણ નિર્માણ પામી રહ્યું છે 18 ફૂટની ઊંચાઈ ધરાવતા વહાણને નિર્માણ પામ્યા બાદ દુબઇ લઈ જવાશે ત્યાં અંદર ઇન્ટિરિયર ફર્નિચરની કામગીરી કરાશે આ વહાણમાં રાજ પરિવારના રહેવા માટે રૂમ, રસોડું, કોલ્ડ સ્ટોરેજ સાથે 8 ફિશિંગ બોટ રહી શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે.

જહાજના નિર્માણ કાર્યમાં 23 હજાર ક્યુબીક લાકડું વાપરવામાં આવશે જેમાં વિદેશી અને ઉચ્ચ ગુણવત્તાના લાકડા સાથે દેશી લાકડાનો ઉપયોગ કરાશે વહાણને મજબૂત અને ટકાઉ બનાવવા 20 એમ.એમ.ના નટ બોલ્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ જહાજના નિર્માણમાં બે વર્ષનો સમય લાગવાનો છે 16 માસથી તો કામગીરી ચાલી રહી છે હજી 8 માસ નીકળી જશે પછી દેશી વહાણ તૈયાર થશે પછી દુબઇ રવાના કરાશે અહીં રોજ 36 કારીગરો કામગીરી કરી રહ્યા છે.વહાણમાં 2000 હોર્સ પાવરનું એન્જીન બેસાડવામાં આવશે.

(1:06 pm IST)