સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd November 2019

મોરબીના બે માથાભારે શખ્સો પાસામાં

હશેન મોડને વડોદરા અને એજાજ જામને સુરત જેલમાં ધકેલી દેવાયા

મોરબી,તા.૨૨: મોરબી એ ડીવીઝન વિસ્તારના બે અસામાજિક તત્વોને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાયા હતા.

મળતી વિગત મુજબા મોરબી શહેરમાં અસામાજિક પ્રવૃતિઓ ડામવા માટે મોરબી એ ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. આર.જે.ચૌધરીને સુચના આપતા મોરબી એ ડીવીઝન પોલીસ મથકના વિસ્તારમાં શરીર સંબધી ગુન્હાઓ તથા પ્રોહીબીશન સબંધી ગુન્હાઓ કરવાની ટેવ વાળો હુશેન સીદીકભાઈ ખોડ રહે-જોન્સનગર શેરી-૧૧ વાળાને પી.આઈ. આર.જે.ચૌધરી અને પી.એસ.આઈ. વી.કે.ગોંડલીયા, એ ડીવીઝન સ્ટાફે તથા એલ.સી.બી. સહિતની ટીમે હુશેનને પકડી પાડીને પાસા હેઠળ વડોદરા મધ્યસ્થ જેલ મોકલી દેવાયો હતો.

તેમજ એજાજ નુરમહમદ જામ રહે-જોન્સનગર વાળો શરીર સબંંધી ગુન્હાઓ તથા પ્રોહીબીશન સંબધી ગુન્હાઓ કરવાનીઓ ટેવ વાળાને મોરબી એલ.સી.બી. પી.આઈ. વી.બી.જાડેજા સહિતની ટીમે પકડી પાડીને મોરબી એ ડીવીઝન પોલીસને સોપી સુરત જેલમાં ધકેલી દિધો હતો.(૨૨.૨૧)

 

(1:03 pm IST)