સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd November 2019

રવિવારે નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી. એન્ટ્રન્સ પરિક્ષા

કુલ ૭૧૭ વિદ્યાર્થીઓમાંથી NET, GSET અને માઇક્રોબાયોલોજી વિષયને બાદ કરતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

જુનાગઢ તા.૨૨: ભકતકવિ નરસિહ મહેતા યુનીવસિટી, જુનાગઢ દ્વારા આગામી તા. ૨૪,રવિવારના રોજ શ્રી પી.કે.એમ. કોલેજ ઓફ ટેકનોલોજી એન્ડ બી.એડ., કોલેજ રોડ, જુનાગઢ ખાતે સવારે ૧૧ થી બપોરના ૧ વાગ્યા સુધી

પીએચ.ડી. એન્ટ્રન્સ ટેસ્ટ (PET-2019) નું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા બે સેશનમાં લેવામાં આવશે જેમાં ૧૧ થી ૧૨ પેપર નંપ્ર૦૧ અને ૧૨ થી ૧ પેપર નં. પ્ર ૦૨ લેવામાં આવશે.

પીએચ.ડી પ્રવેશ પરીક્ષા માટે યુનીવસિટી ખાતે કુલ ૭૧૭ વિદ્યાર્થીઓ આ વર્ષે નોંધાયેલા છે. જેમાંથી NET,GSET પાસ થયેલ ઉમેદવારો તથા JRF કે ટીચર્સ ફેલોશીપ મેળવેલ ઉમેદવારોને પ્રવેશ પરીક્ષા આપવામાંથી મકિત આપવામાં આવી છે.M.Phil. પાસ કરેલ ઉમેદવારોએ પરીક્ષા આપવાની રહેશે. ઉપરાંત અત્રેની યુનીવર્સિટીના માઇક્રોબાયોલોજી વિષયના ગાઈડની અન્ય યુનીવસિટીમાં નિમણુક થતા આ પ્રવેશ પરીક્ષા માટે માઈક્રોબાયોલોજી વિષયના વિદ્યાર્થીઓએ આ પ્રવેશ પરીક્ષા આપવા આવવાનું નથી તેવું જણાવવામાં આવે છે. માઈક્રોબાયોલોજી વિદ્યાર્થીઓ માટે હવે પછી કરવાની થતી પ્રક્રિયા ટૂંક સમયમાં જણાવામાં આવશે.

પ્રવેશ પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓ પોતાની હોલ ટીકીટwww.bknmu.edu.in પર આપેલ Ph.D Asmission લીંક પરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકે છે. લીંકમાં આપેલ ID Proofના લીસ્ટમાંથી કઇપણ એક ID Proof સાથે રાખવા જણાવવા આવે છે. તેમ યુનિવર્સિટીની સત્તાવાર યાદીમાં જણાવાયુ છે.

(1:00 pm IST)