સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd November 2019

જૂનાગઢમાં અંડર-૧૪ હેન્ડબોલ રાજ્યકક્ષાની સ્પર્ધાનો પ્રારંભ

જૂનાગઢઃ તા. ૨૨: જૂનાગઢમાં અંડર-૪ હેન્ડબોલ રાજ્યકક્ષાની સ્પર્ધાનો પ્રારંભ જૂનાગઢ તા. ૨૧, રાજ્ય સરકારશ્રીનાં રમત-ગમત યુવા સાંસ્કૃતીક પ્રવૃતિઓ વિભાગનાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરનાં ઉપક્રમે જિલ્લા રમત ગમત કચેરી જૂનાગઢ દ્વારા આયોજીત એવી રાજ્યકક્ષાની ભાઇઓ અને બહેનોની અંડર-૧૪ હેન્ડબોલ સ્પર્ધા જિલ્લા રમતને સંકુલ ઝફર મેદાન ગાંધીગ્રામ ખાતે આજથી જૂનાગઢનાં મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સેજાભાઇ કરમટાએ પ્રારંભ કરાવ્યો હતો.

આ કાર્યક્રમમાં મ્યુનિ. કમિશ્નર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી,નાયબ મેયરશ્રી હિમાશુભાઇ પંડ્યા સહિત રમતપ્રેમી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનાં પ્રારંભે જિલ્લા રમત-ગમત અધિકારી વિશાલ દિહોરાએ સ્પર્ધાની વિગતો આપતા જણાવ્યુ હતુ કે રાજ્યનાં ચાર જોનમાં રમાયેલ હેન્ડબોલની સ્પર્ધામાં ઝોન કક્ષાએ ઉતિર્ણ એવી કુમાર અને કન્યા એમ મળીને ૮ ટીમોનાં ૯૬ ખેલાડીઓ વચ્ચે જૂનાગઢનાં રમતનાં મેદાનમાં મુકાબલો થશે અહીં રાજ્યકક્ષાની વિજેતા ટીમ જૂનાગઢથી જીતનો અનુભવ હાંસલ કરશે.

(12:59 pm IST)