સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd November 2019

હળવદના નાના એવા ડુંગરપૂર ગામે બે ટાબરિયાઓએ ૧૪૦૦૦ ની રોકડ પરત કરી

શાળાએથી રીશેસમાં ઘરે જતા હતા ત્યારે રસ્તા પરથી રોકડા રૂપિયા મળી આવ્યા

હળવદ,તા.૨૨: હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રહેતા દેહરભાઈ કોળી ગામની શાળા પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેઓના ખિસ્સામાં રહેલ રોકડ રૂપિયા ૧૪૦૦૦ પડી ગયા હતા ત્યારે શાળામાં બપોરે રીસેસ પડતાં કાનો ઠાકોર અને કેવલ ભરવાડ દ્યરે જમવા જઈ રહ્યા હતા ત્યારે તેઓને રોકડ રૂપિયા મળી આવ્યા હતા જેથી બંને ટાબરિયાઓ દ્વારા દ્યરે જમવા જવાની જગ્યાએ પહેલા તો શાળાના આચાર્યને રૂપિયા મળ્યાની જાણ કરી હતી. ડુંગરપુર શાળામાં ધોરણ -૭ માં અભ્યાસ કરતા કાનો ઠાકોર અને કેવળ ભરવાડ રૂપિયાની વધુ રકમ જોઈ જતા તેના માલિક સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો જેથી શાળાના આચાર્ય પરબતભાઈ રબારી ને જાણ કરેલ જેથી આચાર્ય દ્વારા ગામમાં જણાવ્યું હતું કે કોઈના રૂપિયા ખોવાઈ ગયા હોય તોશાળાના બંને બાળકોને મળ્યા છે જેથી મૂળ માલિક શાળા ખાતે આવી લઈ જાય જેથી દેહરભાઈ શાળા ખાતેઙ્ગ આવતા બંને બાળકો દ્વારા મળી આવેલ રૂપિયા પરત કર્યા હતા જેથી દેહરભાઈ દ્વારા બંને બાળકોની પ્રમાણિકતા ની કદર કરી બંને બાળકોને ૫૦૦/૫૦૦ રૂપિયા ઇનામ રૂપે આપ્યા હતા સાથે જ શાળાના વિકાસ માટે પણ ૧૦૦૦ રૂપિયા આપ્યા હતા.

(11:50 am IST)