સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd November 2019

ભાવનગરમાં શ્રીસદ્ગુરૂ સાધના કેન્દ્રના સ્થાપના દિવસનજી ઉજવણી નિમીતે સહજ ધ્યાન શિબીર

પૂ.પુનિતાચારીજી મહારાજ સિધ્ધ યોગીની શ્રી શૈલજાદેવી ઉપસ્થિત રહેશે.

ભાવનગર તા ૨૨  :શ્રી સદ્ગુરૂ સાધના કેન્દ્ર, ભાવનગરની સ્થાપનાને ૪૦ વર્ષ પુરા થઇ જવા રહયાં છે, તે પાવન પ્રસંગ નિમીતે તા. ૨૩/૧૧/૨૦૧૯ તથા તા.૨૪/૧૧ઈ૨૦૧૯ ના રોજ ભાવનગરમાં યશવંતરાય નાટયગૃહ ખાતે સાંજે પ કલાકથી ૭.૩૦ કલાક સુધી સહજ ધ્યાન શિબીરનું આયોજન કરવામાં આવેલ છે. આયોજનમાં હિરેનભાઇ દવે, શૈલેષભાઇ ભટ્ટ વગેરે જહેમત ઉઠાવી રહયાં છે.

આ શિબીરમાં શ્રી ગિરનાર સાધના  આશ્રમ જુનાગઢના પ્રણેતા મહર્ષિ પ.પૂ. પુનિતાચારીજી મહારાજ તથા સિધ્ધ યોગીની મૈયાશ્રી શૈલજાદેવી ઉપસ્થિત રહેશે. અન ેવિશ્વકલ્યાણકારી , વરદાની સાધકોને સહજ ધ્યાનની અનુભુતિ કરાવશે.

પ.પૂ. પુનિતાચારીજીને ૪૫ વર્ષોની કઠીન તપશ્ચર્યા બાદ તા. ૧૫/૧૧/૧૯૭૫ ના રોજ મધ્યરાત્રિએ ગિરનારમાં સદ્ગુરૂ શ્રીદ્ત્તાત્રેય ભગવાનનો સાક્ષાત્કાર થયેલ અ ને શ્રસ દત્તાત્રેય ભગવાને વિશ્વ કલ્યાણ અને મહર્ષિ પુ.પુ. પુનિતાચારીજીને ''હરિઁ'' તત્સત જય ગુરૂદત'' વરદાની મહામંત્ર સ્વમુખે આપ્યો હતો. પૂ.પુનિતાચારીજી ૧૩ વર્ષ બાદ ભાવનગર આવી રહ્યા છે.

આ મંત્રની ધુન કરવાથી, જાપ કરવાથી
સહજ ધ્યાન દ્વારા આત્માનંદની અનુભુતિ થાય છે, માનસિક શાંતિ મળે છે તેમજ અનેક પ્રકારના શારિરીક, માનસિક અને આધ્યાત્મિક ફાયદાઓ થાય છે.

(11:45 am IST)