સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd November 2019

જોડિયામા પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડાનુ આગમન

વાંકાનેર-જોડિયાઃ બાર વર્ષ પછી બીજી વાર જોડિયામાં ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડા (અલ્હાબાદ)નુ સ્થાનિક ''રામવાડી''માં આગમન પ્રસંગે ગઇ કાલે જમાત સાધું સંતો,મહંતો તેમજ ચંદ્ર ભગવાનના ફલોટ્સ સાથે અખાડાના મંહેત અધૈતા નંદજી મહારાજ તથા ''રામવાડી''ના મહંત હારદાસબાપુ મહારાજ સાથે પાંજરાપોળ (ગૌશાળા)થી ગ્રામ જનો અને કળશધારી બાળાઓ દ્વારા સામૈયૂ કરાયુ હતુ. જોડિયાના મુખ્ય માર્ગોથી વાજતે-ગાજતે શોભાયાત્રા યોજાઇ હતી. સાંધૂ સંતો અને મહંતોની ઉપસ્થિતિ ''રામવાડી'' ખાતે ઉદાસીન પંચ પરમેશ્વર શ્રી ગાલા સાહેબ તથા ઉદાસીન આચાર્ય દેવ ૧૧૦૮ જગતગુરૂ ચંદ ભગવાનની પૂર્જનવિધિ તથા આરતી પ્રવચન,ધૂન,સંકીર્તન,સત્સંગ વગેરેનું કાર્યક્રમ સવારે અને સાંજે યોજાશે. જોડિયાની ધાર્મિક પુજાને સાધુ.સંતોની ઉપસ્થિતિ બીજી વાર ધાર્મિક કાર્યક્રમનો લાભ મળી રહ્યો છે. રામવાડી ખાતે શ્રી ચંન્દ્ર ભગવાનની આરતી અર્ચદાસ મહંત શ્રી કરેલ હતો તેમજ ઉપસ્થિત સર્વે ભાવિકોએ મહાપ્રસાદ લીધો હતો. આજથી આઠ દિવસ સુધી અખાડાની જમાત જોડીયામાં રોકાશે. દરરોજ સવારના ૫.૦૦ કલાકે શ્રી ચંન્દ્ર ભગવાનની આરતી સવારે ૧૦ કલાકે શ્રી ગોલા સાહેબનુ વિશેષ પૂજન તેમજ સાંજના ૫ થી ૮ દરમ્યાન સત્સંગ પ્રવચન-સાંજે શ્રી ચંન્દ્ર ભગવાનની મહા આરતી ધુન સંકિર્તન વગેરે યોજાશે તેમ શ્રી શનીભાઇ વડેરા તથા હીતેશ શરદે જણાવેલ છે. જોડીયામાં સંતોના સામૈયા પ્રસંગે સમગ્ર જોડીયાના વેપારીભાઇઓ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી વિશાળ સંખ્યામાં જોડાયા હતા. મીની કુંભ મેળા જેવું વાતાવરણ સર્જાયુ હતું. (તસ્વીરઃ અહેવાલ-રમેશ ટાંક જોડિયા હિતેષ રાચ્છ-વાંકાનેર)

(11:37 am IST)