સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd November 2019

સાવજને પાંચાળની શાન બનાવવા સહિયારા પ્રયાસો

નેચર કલબ અને વનવિભાગ દ્વારા ગ્રામ્ય લોકોને વાકેફ કરતા અભિયાનનો પ્રારંભ

ચોટીલા,તા.૨૨: ચોટીલા તાલુકામાં સાવજે ધામા નાખતા લોકોને અફાઓથી દુર રહી તેની સાથે સહજ જીવન કેમ સેટ કરવુ તે માટે વન વિભાગ અને ચોટીલા નેચર કલબ દ્વારા ગ્રામ્ય લોકોને વાકેફ કરતુ અભિયાન શરૂ કરેલ છે અને લોકોએ આ અભિયાનને સફળતા આપવાનો કોલ આપતા અહીંયા ની પ્રજા સાવજ સાથે તાલમેલ સાધશે

ચોટીલા તાલુકામાં સાવજ આવી પહોંચતા સુરેન્દ્રનગર જીલ્લા વન વિભાગ અને વન્યપ્રેમીમાં આનંદની લાગણી છવાયેલ છે તેમજ ચામુંડાધામ એવો ચોટીલા તાલુકો સાવજનું પ્રવેશદ્વાર બનતા ચોટીલાના પ્રકૃતિપ્રેમીઓએ શાનભેર આગમન વધાવેલ છે

ચોટીલા તાલુકા અને પાંચાળની વન્ય સૃષ્ટિ આબોહવા અને ભૌગોલિકતા સાવજને અનુરૂપ છે જેનો પુરાવો નજીકના રામપરા વીડીમાં સિંહ સંવર્ધન કેન્દ્ર ને મળેલી સફળતાજ બતાવે છે પંચાળના વીડી જંગલ વિસ્તારમાં મોટી સંખ્યામાં રહેલ રોઝ, ભુંડ સહિતના જનાવરો છે જેથી ખોરાક પણ પુરતો છે જેથી દિપડાની પણ અહીંયા ખાસી વસ્તી છે.

ચોટીલા પંથકમાં વનરાજ જે વિસ્તારમાં છે તેની આસપાસના ગામ લોકો વહેલા સાવજ વચ્ચે સેટ થાય અને ખોટી અફવાઓ કે વાતો થી ડરે નહી તે માટે સમજ આપવા વનવિભાગ અને ચોટીલા નેચર કલબ દ્વારા પંચાળ સાવજ ની પ્રકૃતિ અને રીતભાત થી સ્થાનિકોમા જાગૃતિ લાવવા માટે જન જાગૃતિ અભિયાન હાથ ધરેલ છે જેના ભાગ રૂપે ચોબારી, રામપરા માં લોકો સાથે મિટીંગ કરી વાતચીત થકી સ્થાનિકો અને સિંહ વચ્ચે ઝડપથી તાલમેલ લાવવા માટે પ્રયત્ન કરતા ખુબ સારી સફળતા મળી છે લોકો વહેલા સેટ થઇ જશે તેવો કોલ પણ મળેલ છે.

હાલ વન વિભાગ દ્વારા જે પંથકમાં સાવજના ધામા છે ત્યાની સીમ જંગલની નજીકના વાડી ખેતરો અને તેમાં રહેતા લોકોનું કેટલીક બાબતોનું સર્વે કરવામાં આવી રહેલ છે અને જરૂરી જાણકારી પણ લોકોને આપવામાં આવી રહેલ છે

ચોટીલા નેચર કલબ દ્વારા સરકારમાં ચોટીલા પંથકમા આવી પહોચ્યા છે તે મોટો આનંદ છે વર્ષો પહેલાં અહિંયા સાવજ ની વસ્તી હતી તે અહીંયા નો ઇતિહાસ બોલે છે એટલે અમારા પંચાળ પંથકનું દ્યરેણું ફરી તેના મુળ નિવાસે આવેલ છે અને ચામુંડાધામ ચોટીલા યાત્રાધામ ની સાથે પ્રવાસધામ તરફ વિકસાવાય આવનાર દિવસોમાં સાવજોની વસ્તી વચ્ચે પંથકનો વિકાસ થઇ શકે તેમ છે સમગ્ર જીલ્લામાં વન્યપ્રેમીમાં આનંદ અને ખુશી અનુભવાય છે ત્યારે સરકાર દિર્દ્યદ્રસ્ટી સાથે વનવિભાગ ચાલે તે દિશામાં નક્કર આયોજનબંધ્ધ ચાલે તેવી લાગણી વ્યકત કરી છે.

(11:27 am IST)