સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd November 2019

શીલ તેમજ માણાવદરમાં જુગાર દરોડાઃ રૂ. બે લાખનો મુદ્દામાલ કબજે

૯ જુગારી શખ્સોની ધરપકડ, ૬ જણા નાસી ગયા

જુનાગઢ તા ૨૨ :  શીલ તેમજ માણાવદરમાં પોલીસે જુગાર અંગે દરોડા પાડીને ૯ શખ્સોને રૂા બે લાખના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. જોકે ૬ જણા નાસી ગયા હતા.

માંગરોળ નજીકના શીલ પાસે આવેલ હમીપુર ડેમની કેનાલ પાછળ જુગાર રમાતો હોવાની બાતમી મળતા શીલના પી.એસ.આઇ. પી.એસ. ઝાલાએ સ્ટાફ સાથે દરોડો પાડયો હતો.

જેમાં પોરબંદરનો પોપટ ભીમાભાઇ ઓડેદરા, જગદીશ દેવજીભાઇ જાદવ, અને નવાગામનો વિક્રમ લખીરભાઇ ટીંબાને રૂા ૧,૭૯,૪૦૦ ના મુદ્દામાલ સાથે પોલીસે જુગાર રમતા પકડી પાડયા હતા.

જયારે ૬ શખ્સો નાસી જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

આજ પ્રમાણે માણાવદરના બાગ દરવાજા પાસે આવેલ દેકીવાડીયા શેરીમાં હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ જયતાભાઇ વગેરેએ દરોડો પાડીને છ શખ્સોને જાહેરમાં જુગાર રમતા પકડી પાડયા હતા.

પોલીસે આ જુગારીઓ પાસેથી રૂા ૧૨,૦૭૦ ની રોકડ રકમ કબજે કરીને તમામની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:27 am IST)