સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st November 2019

મોરબી પોલીસે કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરીનો કર્યો પર્દાફાશ :190 બોટલ સાથે આરોપી પકડાયો

મોરબી રાજકોટ બાયપાસ રોડ પર ઘુતારીની વાડી પાસેથી ઝડપાયો

મોરબી બી ડીવીઝન પોલીસે મોરબી રાજકોટ બાયપાસ રોડ પરથી કારમાં ઈંગ્લીશ દારૂનો

જથ્થો ઝડપી લઈને કાર અને દારૂ સહિતનો મુદામાલ જપ્ત કરી આરોપીની અટકાયત કરી છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ઇન્ચાર્જ ડીવાયએસપી વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી બી ડીવીઝન પીઆઈ પી બી ગઢવીની ટીમે બાતમીને આધારે મોરબી રાજકોટ બાયપાસ રોડ પર ઘુતારીની વાડી પાસેથી પસાર થતી વર્ના કાર નં એ ૨૭ સી ૮૬૬૮ ને આંતરી તલાશી લેતા કારમાંથી ઈંગ્લીશ દારૂ બોટલ નંગ ૧૯૦ કીમત રૂ ૫૭૦૦૦ નો મુદામાલ મળી આવતા પોલીસે કાર તેમજ દારૂનો જથ્થો અને મોબાઈલ સહીત કુલ રૂ ૫,૬૪,૦૦ ની મત્તા કબજે લઈને આરોપી રાજુભાઈ ઉર્ફે પાયલી લઘરાભાઈ ઠાકોર રહે ઇન્દિરાપુર તા. પાટડી જી સુરેન્દ્રનગર વાળાને ઝડપી લેવાયો છે તો અન્ય આરોપી રાજુ ઉર્ફે રાજીયો હિતેષ રબારી રહે લાયન્સનગર મોરબી વાળાનું નામ ખુલતા તેની સામે ગુન્હો નોંધી તપાસ આદરી છે

આ કામગીરીમાં મોરબી સીટી બી ડીવીઝન પીઆઈ પી બી ગઢવીના માર્ગદર્શન હેઠળ કિશોરદાન ગઢવી, ક્રિપાલસિંહ ચાવડા, અર્જુનસિંહ ઝાલા, ભાનુભાઈ બાલાસરા, એ પી જાડેજા, રમેશભાઈ મિયાત્રા, ભગીરથભાઈ લોખીલ, મુકેશભાઈ જીલરીયા સહિતની ટીમ રોકાયેલ હતી

(12:50 am IST)