સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st November 2019

મોરબીમાં બે સ્થળે પોલીસના દરોડા: જુગાર રમતા નવ શકુનિઓ રોકડ સાથે ઝડપાયા

વાવડી રોડ પરના ગાયત્રીનગર પાસે અને વિદ્યુતનગરના ઢાળિયા પાસે દરોડો

મોરબી પંથકમાં બે સ્થળે જુગાર રમાતો હોય જ્યાં દરોડા કાર્યવાહી કરીને પોલીસે નવ પત્તાપ્રેમીઓને રોકડ રકમ સાથે ઝડપી લીધા છે

મોરબીના વાવડી રોડ પરના ગાયત્રીનગર પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા એ ડીવીઝન પોલીસે દરોડો કરી જુગાર રમતા કિશન નારણ સરવૈયા, મોહસીન સલીમભાઈ મોવર, મામદ ઉર્ફે ગગજી ભટ્ટી અને જીજ્ઞેશ મનસુખ મકવાણા એમ ચારને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૫૮૪૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

જયારે મોરબીના વિદ્યુતનગરના ઢાળિયા પાસે જાહેર જુગારની બાતમી મળતા બી ડીવીઝન પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા જુસબ હબીબ જામ, મનીષ કાન્તીભાઈ દોશી, સુરેન્દ્ર બહાદુર ભંડારી, કાળું મંગાભાઈ રાઠોડ અને સાગર શમ્ભુભાઈ પાટડીયા એમ પાંચને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૪૬૦ જપ્ત કરી છે

(12:48 am IST)