મોરબીના કાંતિપુર ગામે જુગારના હાટડા પર તાલુકા પોલીસ ત્રાટકીઃ૭ પકડાયા
મોરબી તા ૨૨: મોરબી તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે તાલુકાના કાંતિપુર ગામેરહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી જુગાર રમતાસાતને ઝડપી લીધા હતા.
મોરબી તાલુકા પોલીસના ડી સ્ટાફે ગઇકાલે કાંતિપુર ગામે આવેલ દિનેશભાઇ રેવાભાઇ કલોલાના રહેણાંક મકાન પર રેડ કરી જુગાર રમતા દિનેશભાઇ રેવા ભાઇ કલોલા, જગદીશ ચતુરભાઇ બાવરીયા, રહે. વાઘપર (પીલુડી), ચંદુભાઇ જેરામભાઇ મારવાણીયા-પટેલ, રહે. મોરબી, સુનિલ મનહરભાઇ ઠોરીયા-પટેલ, રહે. કાંતિપુર, અલ્પેશ ગોવિંદભાઇ શેરસીયા-પટેલ, રહે. મોરબી, ચંદુભાઇનરશીભાઇ સંઘાણી-પટેલ, રહે. મોરબી તેમજ સુરેશભાઇ ગાંડુભાઇકડીવાર-પટેલ રહે. વાઘપર (પીલુડી) એમ કુલ સાતનેરૂા ૯૯,૪૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહીકરી હતી.
આરોપી દિનેશભાઇ રેવાભાઇ કલોલા પોતાના રહેણાંક મકાનમાં અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી જુગાર રમાડતા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું